વધુ બે લોકો સંયમના માર્ગે, ભ્રષ્ટાચારથી કંટાળીને લીધી દીક્ષા

0
35

સુરત,તા.૮
દીક્ષા નગરી સુરત ખાતે વધુ બે દિક્ષાર્થીઓના ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવાયું હતું. જેમાં શુક્રવારે વરસીદાન શોભાયાત્રા અને બેઠુ વરસીદાનનો ભવ્ય શોભા યાત્રા નીકળી હતી. અડાજણ ખાતે રહેતા કદમ ડોસીને સીએની ફાઈનલમાં ગુરુ મહારાજનો પરિચય થયો હતો. કદમ સીએ થયા પછી નોકરીએ લાગ્યો. ત્યાં જાયું કે રોજ કિયાકને કિયાક લાંચ આપવા જવું પડે છે. આથી ખોટુ કરતો હોવાની અનુભૂતિ થઈ અને ગુરૂ મહારાજ પાસે ગયો. ત્યારબાદ દીક્ષાનો નિર્ણય લીધો હતો.
જીવનમાં દરેક વ્યકિત રોજ કિયાકને કિયાક ખોટુ કરે છે. ૧૦ ફેબ્રુઆરીએ દીક્ષા લેવા જઇ રહ્યો છે. આચાર્ય અનંતયશસૂરિ અને પંન્યાસ પદ્મદર્શનવિજય મહારાજની નિશ્રામાં મુમુક્ષ્š કદમ અને પિત્તરાઈ બહેન વિદિશાના દીક્ષા મહોત્સવ નિમિત્તે સંયમ સપ્તાહ ચાલી રહ્યો છે.
તેમાં મુમુક્ષ્š કદમ દોશીને વૈરાગ્યનું કારણ પુછતાં તેમણે કહ્યું કે, ગમે તેટલો અભ્યાસ કરો. સંસારમાં ખોટુ કરવું જ પડે છે. મારા માટે ભ્રષ્ટાચાર વૈરાગ્યનું નિમિત્ત બન્યો. દરેક વ્યકિત ઝીણવટથી જાશે તો તેને કિયાકને કિયાક સંસારનુ રહસ્ય સમજાશે. જ્યાં સુધી આ સમજાતુ નથી, ત્યાં સુધી જ સંસાર છે. ચાતુર્માસમાં ગુરુ મહારાજ સાથે વિહાર કર્યો ત્યારે થયું કે, આ બધુ ક્ષણિક છે.. છેલ્લાં બે વર્ષમાં બધુ છોડી દીક્ષાના માર્ગે ચાલી નીકળ્યો છું.
મુમુક્ષ્š વિદિશાએ કહ્યું કે, ધોરણ બારનો અભ્યાસ પૂર્ણ કરી કૌતુકતાથી અધ્યાત્મમાં જાડાઈ હતી. આ દરમિયાન તેણે સંસાર અને સંયમના માર્ગને ત્રાજવે તોળતા સંયમના માર્ગનું પલ્લુ ભારે લાગ્યુ અને દીક્ષાની પરવાનગી લીધી. નવ્વાણુંની યાત્રાએ મારા મનોબળને દૃઢ બનાવ્યું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY