રોકડા રૂપિયા તથા સોના-ચાંદીના ઘરેણાં ચોરાયા
સુરત, તા.૯
જહાંગીરપુરા શશાંક રો હાઉસના એક મકાનમાંથી અજાણ્યા ચોરોએ તાળુ તોડી અંદર પ્રવેશી રોકડા તથા સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાનો બનાવ જહાંગીરપુરા પોલીસ મથકે નોધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર જહાંગીરપુરા વૈષ્ણોદેવી કેનાલ રોડ પર આવેલા શશાંક રો હાઉસ ખાતે હેમંતભાઈ સોમાભાઈ સોલંકી રહે છે. ગત દિવસોની રાત્રે અજાણ્યા ચોરોએ તેમના ઘરનો આગળનો દરવાજાનું તાળુ તોડી અંદર પ્રવેશી કબાટમાં મુકેલા રોકડા તથા સોના-ચાંદીના દાગીના મળી કુલ ૪૫ હજારની મતાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જહાંગીરપુરા પોલીસ મથકે હેમંતભાઈ સોલંકીએ ફરિયાદ નોધાવતા પોલીસે ઘરફોડ ચોરીનો ગુનો નોîધી તપાસ હાથ ધરી છે. પોલીસે ફરિયાદીનું નિવેદન નોધી સીસીટીવી ફુટેજ એકત્ર કર્યા છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


