સામાજિક આગેવાનો ઘરેલુ ઝઘડાનો સમાધાનકારી ઉકેલ લાવે છે
સુરત, તા.૯
શ્રી સુરતી મોઢવણિક સમસ્ત પંચ સંચાલિત સમાધાન કમિટિ દર ગુરૂવારે સાંજે ૫ વાગે શ્રેયસ બિલ્ડિંગ લીમડા ચોક લાલગેટ પાસે અર્બન કો.ઓ.ની સામે મળે છે. તેનો મુખ્ય હેતુ સમસ્યા જેવી કે છુટાછેડા, ઘરેલુ ઝગડા વગેરેનું સમસ્યાનું સમાધાન વિના મૂલ્યે સમાજના આગેવાન બહેનો તથા આગેવાન ભાઈઓની એક નવ વ્યક્તિની સમિતિ બંને પક્ષોથી વાત સાંભળી સમાધાન કરાવે છે. આનો મુખ્યને મુખ્ય આશય સમય તથા પૈસાનો બચાવ તથા બંને પક્ષોની કડવાસ દૂર કરી સુખદ સમાધાન કરી મિત્રતાના પંથે લઈ જવાનો તથા જરૂર પડ્યેથી સમાજના પ્રમુખ તથા સીનિયર વકીલ હસમુખભાઈ લાલવાળાની મદદ પણ લેવાય છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



