સુરત, તા.૧૬
મહિધરપુરા વિસ્તારમાં રહેતી એક પરિણીતાના એકલતાનો લાભ લઈ હાથ પકડી આબરૂ લૂંટવાનો પ્રયાસ કરી કમલેશ મોદી નામનો યુવક ફરાર થી ગયો હોવાનો બનાવ પોલીસ ચોપડે નોધાતા પોલીસો છેડતીનો ગુનો નોîધી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર પાર્લેપોઈન્ટ સરગમ શોપિંગ સેન્ટરï ખાતે કમલેશ મોદી રહે છે. તેમણે મહિધરપુરા વિસ્તારમાં રહેતી એક પરિણીતાના ઘરે જઈને પતિની ગેરહાજરીમાં તારો પતિ ક્યાં છે ? તેમ જણાવી ઘરમાં ઘૂસીને પરિણીતાનો હાથ પકડી આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે તેણીના પતિને ફોન પર જાનથી મારી નાંખવાની ધમકી આપી ફરાર થઈ ગયો હતો. છેડતીનો ભોગ બનેલી પરિણીતાએ મહિધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોîધાવતા પોલીસે છેડતીનો ગુનો નોધી તપાસ હાથ ધરી હતી. આ સાથે પોલીસે આરોપીની ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





