ગુડલક માર્કેટના સાડીના વેપારી સાથે ૪૨.૩૩ લાખની છેતરપિંડી

0
5

કાપડ દલાલ સહિત છ લોકો વિરૂદ્ધ ક્રાઈમ બ્રાનચ પોલીસમાં ફરિયાદ
સુરત, તા. ૧૬
રિંગરોડ ગુડલક ટેક્ષ્ટાઈલ માર્કેટના એક વેપારી પાસેથી ઉધારમાં સાડીઅોની ખરીદી કરી પેમેન્ટ નહીં કરી ૪૨.૩૩ લાખનો ચુનો ચોપડી પાંચ આરોપીઅો ફરાર થઈ ગયા હોવાનો બનાવ ડીસીબી પોલીસ મથકમાં નોîધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રાજસ્થાનના બિકનારે જિલ્લાના વતની અને હાલમાં પુણા કુંભારીયા અભિષેક રેસીડેન્સી ખાતે રહેતા મનોજકુમાર રાહીની એક કાપડની દુકાન રિંગરોડ ગુડલક ટેક્ષ્ટાઈલ માર્કેટમાં આવેલી છે. આરોપી દેવકિશન કેદારમલ પંચારીયા, શિવકુમાર ઉર્ફે બબલુ વાસુદેવ વૈષ્ણવ, અશ્વિન ઉર્ફે અરવિંદ વૈષ્ણવ, જયશ્રી સાડીના પ્રોપરાયટર વિકાસભાઈ, રઘુભાઈ, સાંઈ ટેક્સટાઈલના પ્રોપરાયટર મણીભાઈ વગેરેએ તેમની પાસેથી સાડીનો જથ્થો ઉધારમાં લઈને પાછળથી પેમેન્ટ નહીં કરી ૪૨.૩૩ લાખનો વિશ્વાસઘાત કરી ફરાર થઈ ગયા હતા. કાપડ દલાલ તથા વેપારીઅો વિરૂદ્ધ ડીસીબીમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવતા પોલીસે ગુનો નોîધી તપાસ શરૂ કરી છે. પોલીસે આ ગુનામાં ફરિયાદીનું નિવેદન નોîધ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY