અગ્નિકાંડમાં મૃતક વિદ્યાર્થીઓને દલિત મુક્તિ સેનાની શ્રદ્ધાંજલી

0
9

દોષિતોને કડક સજા કરવાની માંગણી
સુરત, તા.૩
પંચશિલ નવયુવક મંડળ અને પંચશિલ મહિલા મંડળ, મનહર ડાઈંગ મીલ ૧૨૦ ફુટ બમરોલી રોડ, ઉધના દ્વારા તક્ષશિલા આર્કેડ (સરથાણા) ખાતે થયેલ અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીઓની આત્માની શાંતિ માટે ભગવાન બુદ્ધના ચરણોમાં બુદ્ધવંદના અને મીણબત્તી પ્રજ્જવલિત કરી પ્રાર્થના સભા કરી હતી. અભ્યાસ કરી પરિવાર અને સમાજનું નામ અને દેશનું નામ રોશન કરવા, અભ્યાસ કરી ઉજ્જવળ કારકિર્દી ઘડવાની તૈયારીઓ કરી રહ્નાને કાળ આવી ભૂલકાઅોનો જીવનદીપ બુઝાય જતા ખૂબ જ ઊંડુ દુઃખ વ્યક્ત કરવા સમસ્ત આંબેડકરી બૌદ્ધ સમાજ તેમના દુઃખમાં સહભાગી છે. ભગવાન બુદ્ધ ભૂલકાઓના આત્માને શાંતિ અર્પે અને લાલચી અધિકારી હોય કે જે કોઈ પણ દોષી હોય તેની સામે તાત્કાલિક ધોરણે કડકમાં કડક સજા થાય તેવી માંગણી કરી હતી. શ્રદ્ધાંજલિ સભામાં સમસ્ત આંબેડકરી બૌદ્ધ સમાજ જેડાઈ શ્રદ્ધાંજલિ આપી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY