સુરત પોલીસે લાખોના મુદ્દામાલ સાથે ચોરને પકડી છ ગુનાના ભેદ ઉકેલી નાંખ્યા

0
3

સુરત, તા. ૧૭
સુરત રેલવે સ્ટેશન ગુડ્સ યાર્ડ પાસેથી પસાર થઈ રહેલા એક રાજસ્થાની યુવકની શંકાસ્પદ હિલચાલ જાવા મળતાં પોલીસે તેને આંતરીને પૂછપરછ કરતા તેણે ખટોદરા સીટીલાઈટ રોડના સ્વીમ પેલેસ ખાતે રહેતા એક વ્યક્તિના ઘરમાંથી સોના ચાંદીના દાગીના લઈ ફરાર થઈ ગયો હોવાની કબુલાત કરતા પોલીસે ધરપકડ કરી હતી. ત્યારબાદ એસીપી ઈ ડીવીઝને આરોપીનો કબજા ખટોદરા પોલીસને સોપતા પોલીસે તપાસ શરૂ કરી હતી.
મૂળ રાજસ્થાન જાધપુર જિલ્લાના વતની અને હાલ સીટીલાઈટ સૂર્ય પ્રકાશ એપાર્ટમેન્ટ ખાતે રહી રસોઈ કામ કરતાં જયંતિલાલ ઉર્ફે કમલેશ યાદવે ગત તા.૨૪-૧૦-૨૦૧૮ના રોજ સ્વીમ પેલેસ ખાતે આવેલા એક ફ્લેટમાં વાસ્તુપૂજન દરમ્યાન સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. એસીપી પોલીસે તેની ધરપકડ કરી ખટોદરા પોલીસને સુપરત કર્યો હતો.
આ આરોપીએ ઉમરા પોલીસ મથકના વિસ્તારમાં ૫ અને મહિદરપુરા પોલીસ મથકના વિસ્તારમાં ૧ ચોરી કરી હતી. આરોપી રાજસ્થાની છે અને તે રાજસ્થાની વેપારીને ત્યાં કોઈપણ પ્રસંગ હોય તેમજ ઘરઘાટી તરીકે જુદા જુદા નામો રાખી ઘરવાળાની નજર બહાર ચોરી કરવાની ટેવવાળો હોવાનું પણ પોલીસે જણાવ્યું હતું.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY