મુંબઈ,તા.૧૭
મેગાસ્ટાર અમિતાભ બચ્ચન અને રિશિ કપૂરને ચમકાવતી ફિલ્મ ૧૦૨ નોટ આઉટ આ માસની આખરે ચીનમાં રિલિઝ થવાની છે એવી જાણકારી મળી હતી.
મૂળ સૌમ્ય જાશીના આ જ ટાઇટલ ધરાવતા ગુજરાતી નાટક પરથી બનેલી આ ફિલ્મને બોક્સ આૅફિસ પર ધમાકેદાર આવકાર મળ્યો નહોતો. જા કે ફિલ્મ સર્જન પાછળ થયેલા ખર્ચ કરતાં વધુ અને સારી આવક આ ફિલ્મ રળી હતી.
હવે આ ફિલ્મ નવેંબરની ૩૦મીએ એટલે કે આ માસની આખરે ચીનમાં મેન્ડેરીન સબટાઇટલ્સ સાથે રજૂ થવાની છે. બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની થ્રી ઇડિયટ્સ, પીકે અને દંગલ ફિલ્મે ચીનમાં ધૂમ બિઝનેસ કર્યા પછી ભારતીય ફિલ્મો માટે ચીનમાં એક નવું માર્કેટ સ્થપાઇ ગયું હતું. તાજેતરમાં સલમાન ખાનની પણ બેએક ફિલ્મો ત્યાં રજૂ થઇ હતી.
હવે ૧૦૨ નોટ આઉટ ચીનમાં રજૂ થવાની છે. જાઇએ, આમિર ખાન અને સલમાન ખાનની તુલનાએ ઉમેશ શુક્લ નિર્દેશિત આ ફિલ્મ તેમજ અમિતાભ બચ્ચન અને રિશિ કપૂરને કેવોક આવકાર સાંપડે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






