મહારાષ્ટ્રથી મજૂરોના મકડદમ મિત્રો સાથે અંકલેશ્વર પોતાના મજૂરોને જોવા જઈ રહ્યો હતો,ત્યાંથી પરત ફરતી વેળાએ ડેડીયાપાડા નજીક થયેલા અકસ્માતમાં 4ના મોત.

રાજપીપળા :મહારાષ્ટ્ર નંદુરબારથી મજૂરોના મકડદમ પોતાના મિત્રો સાથે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સજોદ ગામ પાસેના માગટેડ ગામે ગયા હતા.મજૂરોને જોઈ તેઓ પરત મહારાષ્ટ્રના નંદુરબાર જઈ રહ્યા ત્યારે એમની કાર ડેડીયાપાડા ગામે એક ઝાડ સાથે અથડાતા એ કારમાં સવાર 4 વ્યક્તિઓના ઘટનાસ્થળ મોત નિપજ્યા હતા,જ્યારે કાર ચાલક સહિત 2 લોકોને ગંભીર ઇજાઓ થતા એમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.
મહારાષ્ટ્ર નંદુરબારના આષ્ટા ગામના રહેતા મજૂરોના મકડદમ રવિન ચમાડિયા સોનવણે પોતાના જ ગામના ત્રણ મિત્રો સાથે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના સજોદ ગામ નજીકના માગટેડ ગામેથી શેરડી કાપતા પોતાના મજૂરોને સેન્ટરો કાર નંબર MH 43 R 134 માં જોઈ પરત નંદુરબાર જઈ રહ્યા હતા.દરમિયાન તેઓ અંકલેશ્વર થઈ વાલિયા ગામે આવ્યા ત્યારે રસ્તામાં એક વ્યારાની મહિલાએ એમની ડેડીયાપાડા સુધીની લિફ્ટ માંગી હતી.એ મહિલાને કારની આગળની સીટ પર બેસાડી કાર ડેડીયાપાડા તરફ રવાના થઈ હતી.ત્યારે કાર ચાલકની લાપરવાહીને લીધે ડેડીયાપાડા પાસેના નેત્રંગ રોડ પર નિવાલદા ગામની સીમ પાસે એમની કાર ઝાડ સાથે અથડાઈ હતી.આ અકસ્માતમાં આગળ બેસેલી મહિલા સહિત 4 લોકોનું ગંભીર ઇજાઓને લીધે ઘટનાસ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું.આ અકસ્માતની જાણ થતાં સ્થનિકોએ ભેગા થઈ 2 ઘાયલોને 108 દ્વારા નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડયા હતા.ડેડીયાપાડા પોલીસે આ મામલે 4 વ્યક્તિઓના મૃતદેહને કાયદેસરની કાર્યવાહી કરી પીએમ માટે મોકલી આપી ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
■મૃતકોની યાદી
(1)જીવન તુકારામ વળવી
(2)પિન્ટુ ગંગારામ વળવી
(3)રોહિદાસ પુનિયા ઠાકરે
આ તમામ રહે.મહારાષ્ટ્ નંદુરબાર આષ્ટા ગામ
(4)પ્રીતિ રવિકિરણ રાઠોડ(રહે.મહાવીર કોમ્લેક્સ, વ્યારા..જી.તાપી.
■ઘાયલોની યાદી
(1)છોટુ દતુ ઠાકરે
(2)રવિન ચમાડિયા સોનવણે
તમામ રહે.મહારાષ્ટ્ર. નંદુરબાર
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




