સુરત,તા.૨૦
સુરત મહાનગરપાલિકાના સિટી બસના કેટલાક બસ સ્ટેન્ડ પર કોલ ગર્લ્સ લખ્યા બાદ નંબર સાથેની જાહેરાત કરી દેવાતા મોટો વિવાદ ઉભો થયો છે. આવી જાહેરાત છતાં સુરત મહાનગરપાલિકાએ કોઈ પગલાં ન ભરતા બસ સ્ટેન્ડ પર ઉભા રહેતા મહિલા ઓની હાલત કફોડી થઈ રહી છે.
સુરતમાં સિટી બસના બસ સ્ટેન્ડ પર જાહેરાતની આવક મેળવવાના હેતુ દર્શાવીને આડેધડ બસ સ્ટેન્ડ બનાવી દેવાયા છે. લાખો રૂપિયાના ખર્ચે બનાવેલા આ બસ સ્ટેન્ડ પર હજી પણ બસ આવતી ન હોવાથી બસ સ્ટેન્ડ અવાવરૂ બની ગયા છે. સુરત પાલિકાએ બસ સ્ટેન્ડ પર જાહેરાત મળે તે માટેની સુવિધા પણ ઉભી કરી છે. જાકે સુરત મહાનગરપાલિકાના અનેક પ્રયાસ છતાં મોટાભાગનાં બસ સ્ટેન્ડ પર જાહેરાત મળવા માટે ના ફાંફા પડી રહ્યા છે.
પાલિકાના બસ સ્ટેન્ડ પર કાયદેસર જાહેરાત મળતી નથી ત્યારે કેટલાક તત્વોએ ગેરકાયદેસર જાહેરાત કરીને બસ સ્ટેન્ડને બદનામ કરી દીધા છે. પોતાના દુકાન કે સંસ્થાની જાહેરાતને બદલે કેટલાક લોકોએ અનૈતિક કહી શકાય તેવી જાહેરાત પાલિકાના બસ સ્ટેન્ડ પર લગાવી દીધી છે. સુરતના કેટલાક બસ સ્ટેન્ડ અને કોર્પોરેશનની અન્ય કેટલીક મિલકતો પર છેલ્લા કેટલાક વખતથી સ્ટીકર ચિપકાવીને જાહેરાત કરવામાં આવી રહી છે.
આ જાહેરાતમાં કેટલાક બસ સ્ટેન્ડ પર કોલ ગર્લ લખાયું અને તેની નીચે ફોન નંબર લખી દેવામાં આવ્યા છે. પોલીસના કાયદા પ્રમાણે પણ આવા પ્રકારની જાહેરાત ગેરકાયદે અને એને ઠીક છે. બીજી તરફ સુરત મહાનગર પાલિકાની મિલકત પર આવા પ્રકારની કે અન્ય કોઈ પ્રકારની જાહેરાત કરવી એ ગુનો છે. આવો ગુનો અનેક બસટેન અને પાલિકાની અન્ય મિલકત પર પણ કરવામાં આવ્યો હોવા છતાં સુરત કોર્પોરેશન તંત્ર હજી પણ ઊંઘમાંથી જાગતું નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



