અમદાવાદ,તા.૨૦
સલમાનખાન ફિલ્મ્સની આગામી ફિલ્મ ‘લવરાત્રિ’ના નામ મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં સલમાન ખાન ફિલ્મ્સ તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, ફિલ્મનું નામ બદલીને ‘લવયાત્રી’ કરવામાં આવ્યું છે. તેમજ હાઈકોર્ટે આ મામલે રાજ્ય સરકાર, સેન્સર બોર્ડ અને ફિલ્મના લેખક નિરેન ભટ્ટને નોટીસ આપીને ૨૭ સપ્ટેમ્બરના રોજ જવાબ સાથે હાજર રહેવા માટે આદેશ કર્યો છે. આ અંગે હવે ૨૭ સપ્ટેમ્બરના રોજ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.
તો બીજી બાજુ હાઈકોર્ટમાં અરજદાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે ફક્ત નામ બદલી દેવાંથી કંઇ ફિલ્મમાં બતાવવામાં આવેલા સીન બદલાઈ જતાં નથી. જા કે આ મામલે ગુજરાત હાઇકોર્ટે ફિલ્મનાં પ્રોડ્યુસરને એક દિવસમાં જ જવાબ રજૂ કરવાનો આદેશ કર્યો છે. કોર્ટે એમ કહ્યુ કે, ફિલ્મમાં જા લાગણી દુભાતા દ્રશ્યો હશે તો તેનાં પર સ્ટે મૂકી દેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, અભિરાજ મિનાવાલા નિર્દેશિત ‘લવયાત્રી’ ફિલ્મમાં સલમાન ખાનના બનેવી આયુષ શર્મા(અર્પિતા ખાનનો પતિ) અને વારિસ હુસૈને મુખ્ય ભૂમિકા નિભાવી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





