યુવકનો માથુ કપાયેલ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી

0
32

ઇડર,તા.૧૮
ઇડરના ગંભીરપુરા પાસે ડુંગર પરથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ માથુ કપાયેલી હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. સવારે લાશ મળ્યાની જાણ થતા જ લોકોના ટોળે ટોળા ડુંરગ પર ઉમટ્યા હતા.
બનાવની વિગત એવી છે કે ઇડરના ગંભીરપુરા પાસે પર્વતમાળા આવેલી છે. આ પર્વતમાળામાં સોમવારે સવારે એક મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહ એટલો વિચિત્ર હતો કે તેનું માથું કપાયેલું હતું અને તેની સાથે બંદૂક હતી. મૃતદેહને જાતા પ્રથમ દૃષ્ટીએ આ મર્ડરનો કેસ હોવાનું જણાઈ રહ્યું છે. ઘટનાની જાણ થતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસનો ધમધમાટ આરંભ્યો છે.
આ લાશ એક યુવકની હોવાનું ખૂલ્યું છે, યુવકના હાથ પાસે એક રાઇફલ મૂકેલી જાવા મળે છે. બ્લૂ કલરના હૂડી અને પેન્ટમાં રહેલો મૃતદેહ કોહવાઈ ગયેલી અવસ્થામાં મળી આવતા સમગ્ર વિસ્તારમાંથી લોકોના ધાડેધાડા ડુંગરમાં ઉમટ્યા હતા. લોકો કૂતુહલવશ થઈને લાશને જાવા માટે ઉમટી પડતા સમગ્ર વિસ્તારમાં લાશ મળ્યાની વાત વાયુવેગે પ્રસરી ગઈ હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY