દેશની સૌથી મોટી અને જુન જવન વમા કંપની એલઆઇસી દ્વારા દેવામાં ડુબી ગયેલી સરકારી બેંક આઇડીબીઆઇની ૫૧ ટકા હિસ્સેદારી ખરીદી લેવાના કરવામાં આવેલા નિર્ણયને લઇને કાર્પોરેટ જગતમાં તથા શેરબજારમાં ભારે ચર્ચા છે. સાથે સાથે સામાન્ય કારોબારી અને લોકો પણ એલઆઇસીના આ નિર્ણયના કારણે હેરાન છે. આ બેંકમાં મોટી હિસ્સેદારી ખરીદવાના નિર્ણયથી પોલિસી લેનાર લાખો લોકો માટે ચિંતાનો વિષય ચોક્કસપણે હોઇ શકે છે. આ નિર્ણયને ભલે કોઇ પણ આધાર પર આએલઆઇસીના લોકો અને અધિકારીઓ યોગ્ય ગણાવી રહ્યા છે પરંતુ કંપનીના વેપારિક હિતોની કસોટી પર આ નિર્ણય યોગ્ય ઉતરતો નથી. કહેવા માટે તો તે એલઆઇસીનો પોતાનો નિર્ણય છે પરંતુ જે રીતે આ નિર્ણય કરવામાં આવ્યો છે અને ત્યારબાદ જે રીતે રાતોરાત આને લાગુ કરવામાં આવનારી અડચણો દુર કરી દેવામાં આવી છે તેના કારણે કેટલીક ચર્ચા છેડાઇ ગઇ છે. જે રીતે તમામ અડચણો રાતોરાત દુર કરી દેવામાં આવી તેનાથી એક બાબત તો સ્પષ્ટ છે કે આ એક સરકારી નિર્ણય જ છે. આઇડીબીઆઇ બેંક હાલમાં ફસાયેલા દેવાના મામલે અથવા તો એનપીએનના મામલે પ્રથમ ક્રમાંક પર છે. તેનો એનપીએનો બોજ વધીને હવે ૨૮ ટકા સુધી પહોંચી ગયો છે. એનપીએ જા પાંચ ટકા થઇ જાય છે તો પણ બેંકો માટે ચિંતાની બાબત રહે છે. આવી Âસ્થતીમાં આ બેંકમાં એનપીએ તો ૨૮ ટકા સુધી પહોંચી ગયો છે. એલઆઇસીની વર્તમાન હિસ્સેદારી આઇડીબીઆઇમાં આશરે ૧૧ ટકા છે. જેને વધારીને ૫૧ ટકા કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. યાદ રાખવા માટેની બાબત એ છે કે વર્તમાન કાયદા કાનુન મુજબ એલઆઇસી કોઇ કંપનીમાં ૧૫ ટકાથી વધારે ઇÂક્વટીની ખરીદી કરી શકે નહી. છતાં પણ રાષ્ટ્રીય વીમા નિયામક ઇરડાએ શુક્રવારના દિવસે યોજાયેલી બેઠકમાં સ્પેશિયલ કરેસમાં આ સોદાને લીલીઝંડી આપી હતી. આઇડીબીઆઇ બેંકની નજરથી જાવામાં આવે તો આ બેલ આઉટ ચોક્કસપણે તેના માટે ખુબ જરૂરી બાબત તરીકે હતી. બેંકને જા પ્રોફેશનલ રીતે ચલાવવામાં આવશે અને ફસાયેલા દેવાની જા વસુલ થઇ શકશે તો તેના આ પગલાથી તેમાં નવા પ્રાણ ફુંકાઇ શકે છે. બજારમાં તેનુ સ્વાગત કરવામાં આવ્યુ છે. સોદાને ઇરડાની મંજુરી મળી ગયા બાદ આઇડીબીઆઇના શેરમાં ૧૦ ટકાથી વધારેનો ઉછાળો આવ્યો છે. છેલ્લા અઢી વર્ષની વાત કરવામાં આવે તો એલઆઈસીએ ૨૧ જાહેર ક્ષેત્રની બેંકો પૈકી ૧૮ બેંકોમાં નાણા ગુમાવી દીધા છે. આ વર્ષે માર્ચ મહિનાના અંતમાં સરકારની માલિકીની વિમા કંપનીએ ૨૧ પીએસબીમાં એક ટકાથી વધુની ઇÂક્વટી રોકાણની રકમ મેળવી હતી પરંતુ હાલમાં ડિસેમ્બર ૨૦૧૫ના અંતમાં તેમની કિંમત કરતા ઉંચી કિંમતમાં માત્ર ત્રણ શેર ચાલી રહ્યા છે. દેશની સૌથી મોટી વિમા કંપનીનો ત્રણ નફાની યોજના સતત આગળ વધી રહી છે. એલઆઈસી દ્વારા આઈડીબીઆઈમાં જંગી હિસ્સેદારી ખરીદવાની તૈયારી કરવામાં આવી છે.ઇન્સ્યોરન્રગ્યુલેટર આઈઆરડીએઆઈ દ્વારા તેની હિસ્સેદારીને વધારવા માટે એલઆઈસીને લીલીઝંડી આપી દેવામાં આવ્યા બાદ તેમાં તેજી જામી છે. શુક્રવારે કારોબારના દિવસે આઈડીબીઆઈ ડેરિવેટિવ્ઝમાં લેવાલીનો દોર જામ્યો હતો. એલઆઈસીને તેની હિસ્સેદારી વિવાદોમાં અને મુશ્કેલમાં મુકાયેલી આઈડીબીઆઈ બેંકમાં ૧૦.૮૨ ટકાથી વધારીને ૫૧ ટકા કરવાની મંજુરી આપી હતી. એલઆઈસી દ્વારા છેલ્લા ઘણા સમયથી આની તૈયારી પણ કરવામાં આવી છે. જાણકાર લોકોનું કહેવું છે કે, આઈડીબીઆઈના કાઉન્ટરોમાં આ હિલચાલથી તેજી જાવા મળી શકે છે. કોર્પોરેટ જગતમાં આ સોદાબાજીને લઇને તીવ્ર ચર્ચા જાવા મળી રહી છે. આઈઆરડીએ દ્વારા ઓપન હિતોમાં ખરીદીને વધારવા માટે એલઆઈસીને મંજુરી આપી દીધી છે. જા કે, જાખમને લઇને તમામ લોકો વિચારી રહ્યા છે. હવે કુશળ વહીવટીતંત્ર મારફતે બેંકની Âસ્થતીને સુધારી દેવાની પણ તેની મોટી જવાબદારી રહેશે. જા કે સરકારને પણ પ્રાથમિકતાના આધાર પર તેનામાં ધ્યાન તો આપવુ જ પડશે. સરકારે જે રીતે રાતોરાત ખરીદીને મંજુરી આપી છે તેના કારણે કોર્પોરેટ જગતમાં આની ચર્ચા જાવા મળી રહી છે. જા કે એલઆઇસી દ્વારા હાલમાં તો બચાવ કરાયો છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"




