ગીધની સૌથી વધુ વસાહતો ધ્રાંગધ્રાના ભારદ અને પ્રતાપુર ગામની સીમમાં નોંધાઈ

0
8

સુરેન્દ્રનગર,તા.૧૬
દેશમાં ગીધોની સંખ્યા દિન-પ્રતિદિન ઘટવાની સાથે લુપ્ત થઈ રહી છે જેમાં ગુજરાતમાં ગીધોની વસ્તી ગણતરીમાં માત્ર ૯૯૯ ગીધોની સંખ્યા નોંધાઈ હતી. ત્યારે ધ્રાંગધ્રાના ભારદ અને પ્રતાપુર ગામની સીમમાં ગીધોની વસાહત છે અને નવી ગણતરીમાં ૫૦થી વધુ ગીધોની વસ્તી રહે છે. ફોરેસ્ટ અને લોકો દ્વારા રક્ષણના પ્રયત્નો કરવામાં આવે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગ્લોબલ વોર્િંમગના લીધે વૃક્ષો ઘટવાના કારણે કેટલાક પક્ષીઓની જાત લુપ્ત થઈ રહી છે. ત્યારે ખાસ કરીને ગીધ પક્ષીની જાત લુપ્ત થવાના આરે છે. અને નવી ગીધોની ગણતરીમાં રાજ્યમાં માત્ર ૯૯૯ ગીધોની સંખ્યા નોંધાઈ હતી જેના કારણે પ્રર્યાવરણ પ્રેમીઓ માટે ચિંતાનો વિષય છે. જ્યારે આ લુપ્ત થતી ગીધોની મોટા પ્રમાણમાં વસાહત ધ્રાંગધ્રાના ભારદ અને પ્રતાપુર ગામની સીમમાં જોવા મળી હતી જેમાં ૫૦થી વધી ૫૫ ગીધોની વસ્તી છે અને ગીધોના માળા ઝાડ પર જોવા મળ્યા હતા. આ લુપ્ત થતાં ગીધને બચાવવા માટે ધ્રાંગધ્રા ઘુડખર અભયારણ્ય ફોરેસ્ટ વિભાગના ડીએફઓ, રેન્જફોરેસ્ટ અધિકારી અને ભારદ તેમ જ પ્રતાપુર ગામના પર્યાવરણપ્રેમી યુવાનો પ્રયાસો કરી રહ્યાં છે. આ અંગે ધ્રાંગધ્રા ઘુડખર અભયારણ્ય ફોરેસ્ટ વિભાગના રેન્જફોરેસ્ટ અધિકારીએ જણાવ્યું હતું કે ભારદ અને પ્રતાપુર ગામની સીમમાં ગીધોની મોટા પ્રમાણમાં વસાહત છે તેને બચાવવા માટે ગામના યુવાનોના સહકારથી પાણી અને ખોરાક માટેની વ્યવસ્થા કરી પ્રયાસ શરૂ કરતા ગીધોની વસ્તીમાં વધારો જણાયો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY