ખુન કરી નાશી જનાર આરોપીને ગણતરીના સમયમા દબોચી લીધો

સુરેન્દ્રનગર જીલ્લા ના ચુડા ગામે હત્યાની ઘટના બનવા પામી હતી ચુડા ગામે જાહેરમા ધોળા દિવસે યુવાન ની હત્યા કરી આરોપી નાશી છુટયો હતો જેમાં ચુડા ટાઉન મા રહેતા ગૌરાંગ વિનયચંન્દ્ર શુક્લ ને છરી ના ઘા મારી મોત ને ઘાટ ઉતારી દેવાયો હતો જે બાબતે ફરિયાદ ના આધારે આરોપી સરફરાઝ કરીમભાઈ બેલીમ રહે.અમદાવાદ જુહાપુરા હાલ સુરેન્દ્રનગર વાળા ઝડપી પાડવા સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ ને પી.આઈ ડી.એમ.ઢોલ દ્રારા અલગ ટીમો બનાવી આરોપીને પકડવા ચક્રોગતિમાન કર્યા છે તેથી લોકલ ક્રાઈમ બ્રાન્ચ ના પી.આઈ ડી.એમ.ઢોલ સહિતના અધિકારી અલગ જગ્યાએ વોચ મા હતાં તે દરમિયાન સુરેન્દ્રનગર પોપટપરા દેપાળાની શેરી પાસેથી હત્યાના આરોપી સરફરાઝ કરીમભાઈ બેલીમ ને પકડી પાડી પુછપરછ કરતાં ગૌરાંગ ની હત્યા પોતાની પત્ની સાથે સબંધ ધરાવતો હોય સમજાવતા છતાં પીછો છોડતો ન હોવાથી પોતે ખુન કર્યુ હોવાની કબુલાત કરી હતી હાલ સુરેન્દ્રનગર લોક્લ ક્રાઈમ બ્રાન્ચે આરોપીની અટક કરી ચુડા પોલીસ સ્ટેશન ખાતે સોપી વધુ કાર્યવાહી હાથ ધરી છે
રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
સુરેન્દ્રનગર
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




