ભરૂચ જિલ્લા માછીમાર સમાજ દ્વારા નર્મદા નદીમાં પાણી છોડવા તથા માછી મારીને રોજગારી આપવાની માંગ સાથે સંઘર્ષ યાત્રા નીકળી

0
14

જિલ્લા માછીમાર સમાજ દ્વારા વેજલપુર ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થઈને વેજલપુરથી રહિયાદ સુધી માછી સમાજના લોકોમાં જન જાગૃતિ  લાવી સરકાર પાસે પોતાની માંગો સાથે સંઘર્ષ યાત્રા નીકળી હતી.

માં નર્મદાના કિનારે અનાદિકાળથી વસનારા અને માં નર્મદાથી રોજી મેળવતા, પાણી મેળવતા લોકો આજે નદીની દુર્દશાથી ભારે ગમગીન છે.આજે લોકોએ પદયાત્રા કાઢી માં નર્મદાને બચાવી લેવા અને તેનું અસ્તિત્વ ટકાવી રાખવા મેદાને ઉતરવું પડ્યું છે.
નર્મદા નદીમાં બંધ બનાવી દેવાથી નદીમાં જરૂરી મીઠા પાણીનો જથ્થો આવતો નથી. ભરૂચ શહેર પાણી માટે તરસે છે અને આખું રાજ્ય નર્મદાના પાણીથી સુખી થયુ છે.પણ ભોગે તો માં નર્મદાના
નદીમાં જરૂરી પાણી નહીં છોડવાથી માછીમાર લોકોની રોજગારી ખતમ થઈ છે. જે લોકો પહેલા નદી પર માછીમારી કરી સુખી હતા આજે તેમના દુઃખનો કોઈ પાર નથી.કેવડીયામાં 600 ક્યુસેક પાણી છોડી સરકાર જલસા કરવાનું કહે છે. અંગરેશ્વર ઝનોર પાસે 400 ક્યુસેક પાણી પાછું ચૂસીને પાઇપલાઇનો વાટે ઉધોગોને આપે !! બાકીનું પાણી તળ માં જાય અને ભરૂચમાં માં નર્મદા સુકાઈ કોરી થઈ જાય છે..

દહેજમાં GIDC ની પાઇપલાઇન જે ઝેરી કેમિકલ દરિયામાં નાખે છે એ તૂટેલી છે અને કાંઠો અને માં નર્મદા ઝેરી બને છે. પેલે પાર કંટીયાજાલમાં અંકલેશ્વર, પાનોલી અને ઝગડીયાનું ઝેરી પાણી દરિયામાં નાખવામાં આવે છે જે વળીને પાછું નર્મદા નદીમાં આવે છે. માંના મુખમાં ૨૪ કલાક ઝેર ઓક્તી પાઈપલાઈનો બંધ કરવાની જરૂર છે કેમ કે આજે માછલીઓની આવક ઘટીને ખતમ થવા પર છે. દહેજ ખાતે GMB અને અદાણી માં નર્મદાને ખોદીને માટી પાછી મુખમાં નાખી ડ્રેજિંગ કરે છે. ઊંડા દરિયામાં માટી નાખવાને બદલે ત્યાંજ બાજુમાં પાઇપલાઈનો કરી માટી ઠલવાય છે. જેને લીધે માછીમારોને તકલીફ પડે છે અને માં નર્મદામાં ડહોળાશ વધે છે.

દહેજ વિસ્તારમાં માછીમારો અને લોકોનું જીવવું દુષ્કર થયું છે. બિરલા કોપર, GACL, બિરલા સેલ્યુલોસિક, ઓપલ, GIDC માં આવેલ હજારો એકમો સતત પ્રદુષિત પાણી નાખી માં નર્મદાને ઝેર આપી રહ્યા છે. નદી અને દરિયાની જીવ સૃષ્ટિ મરવા પડી છે..

સરકારી નીતિનિયમોના ખુલ્લેઆમ ભંગથી માં નર્મદાનું અસ્તિત્વ જોખમમાં છે તેવા સમયે સમસ્ત ભરૂચ જિલ્લા માછીમાર સમાજ – માં નર્મદાને પુનઃ જીવીત કરવા મેદાને પડ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે માછીમારોએ એક કલાક સુધી સાંજના સમયે ચક્કાજામ કરી દેતા અધિકારીઓ દોડતાં થઈ ગયા હતા.જોકે સમજાવટ બાદ તેવોએ રસ્તો ખુલ્લો કર્યો હતો.ચક્કાજામના કારણે સાંજના સમયે કંપનીઓમાંથી આવતા કર્મચારીઓ ભારે ટ્રાફિકમાં અટવાયા હતા.

*માં નર્મદા અસ્તિત્વ સંઘર્ષ યાત્રા*
સરકાર અને લોકોને અપીલ કરે છે કે.
1. નદીમાં પૂરતું 4000 ક્યુસેક પાણી ડેમમાંથી તાત્કાલિક છોડવામાં આવે.
2. નદીમાં થઈ રહેલા ભયંકર પાણી  પ્રદુષણને અટકાવવામાં આવે.
3. નદી કિનારે વસતા લોકોને યોગ્ય નોકરીઓ કંપનીમાં આપવામાં આવે.
4. સ્થાનિક માછીમારોની રોજીરોટી બચાવી લેવામાં આવે
5. ભાડભુત બેરેજ પરિયોજના બંધ કરવામાં આવે.
6. માછીમારોના ગામોમાં થતું પ્રદુષણ બંધ કરવામાં આવે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY