તેલનું ટેક્નર પલટી ખાતા લોકોએ રોંગ સાઈડ બેસીને લૂંટ મચાવી

0
7

સુરેન્દ્રનગર,તા.૧૮
ધ્રાંગધ્રા-માલવણ હાઇવે પર કલ્પના ચોકડી પાસે તેલ ભરેલું ટેક્નર પલ્ટી મારી ગયું હતું. જેને પગલે વરસાદી માહોલમાં હાઈવે પર તેલ ઢોળાયું હતું. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો પોતાના વાસણો લઈને દોડી ગયા હતા અને તેલ ભરવા લાગ્યા હતા. લોકોએ રોડ પર ઢોળાયેલા તેલની રીતસરની લૂંટ મચાવી હતી.
તેલનું ટેક્નર રોડ પર પલટી મારી ગયાના બનાવમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. ઘટના બાદ લોકોના ટોળા ઉમટી પડયા હતા અને જે મળ્યું તેમાં રોડની સાઈડમાં બેસીને તેલને ડોલો, ડબ્બા કે તપેલીમાં લોકોએ તેલ ભરવાનું શરૂ કર્યુ હતું.
કલ્પના ચોકડી પર તેલની ટેક્નર પલટી મારી ગઈ હોવાની જાણ થતાં સ્થાનિક પોલીસ દોડી ગઈ હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY