નર્મદા,તા.૨૫
એક તરફ રાજય સરકાર આંગણવાડીના બાળકોને સારા ભોજન આપતી હોવાની વાતો કરતી હોય છે. ત્યારે નર્મદામાં આવેલી આંગણવાડીની ગંભીર બેદરકારી સામે આવી છે. નર્મદામાં આવેલી કોઠી આંગણવાડીમાં કઠોળના કોથળામાં જીવાત નીકળતા ખળભળાટ મચી ગયો છે.
આ કઠોળમાં અઢળક જીવાત નીકળી છે. ત્યારે અહી સવાલ થાય છે કે, આ આંગણવાડીના બાળકો કેવી રીતે આરોગે ભોજન? જેને લઇને આંગણવાડીમાં સ્થાનિકોએ હોબાળો મચાવ્યો હતો. જેથી સ્થાનિકો આંગણવાડીમાં દોડી આવ્યા હતા.
નર્મદાની આંગણવાડીમાં ખાદ્યપદાર્થમાં જીવાત મળી આવતા આંગણવાડીની ગંભીર બેદરકારી સામે આવી છે. કોઠી આંગણવાડીમાં કઠોળના કોથળામાં જીવાતો નીકળી છે. કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની આ આંગણવાડીની મુલાકાત લેવાના છે. જેથી મુલાકાત પહેલા તપાસ હાથ ધરાતા જીવાત મળી આવી છે. આંગણવાડીના ચણામાંથી જીવાત મળતા તંત્રની પોલ ખુલી છે. સરકારમાંથી આવતા અનાજમાં જ જીવાત હોવાનો સંચાલકોનોએ બચાવ કર્યો છે.
નાના ભૂલકાઓના આરોગ્ય સાથે ચેડાં થઇ રહ્યાં હોવાનો સ્થાનિકોમાં રોષ છે. અનાજમાં જીવાત આવતા આ પ્રકારનું ભોજન કેવી રીતે આરોગશે ભૂલકાઓ તેવો પ્રશ્ન તમામ વાલીઓને થાય છે. આ પ્રકારની ગંભીર બેદરકારી વારંવાર ગુજરાતની વિવિધ આંગણવાડીઓમાં જાવા મળે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




