લીંબડી – ભેંસજાળ રૂટ બસના ડ્રાઈવર – કંડકટર ને બસ માંથી મળી આવેલ સોનાનો હાર અને પાકીટ મૂળ માલિકને પરત આપ્યું

0
1657

હાલ માં કળિયુગ નો સમય ચાલી રહ્યો છે ત્યારે આ કલિયુગ માં લોકો ની પ્રમાણિકતા સાવ મરવા પડી છે અને પોતાનો જ સ્વાર્થ જોતા હોય છે પણ એવું નથી હોતું તો આજ ના આ કળિયુગ માં ઈમાનદારી માણસો જીવે છે આવો જ એક દાખલો લીંબડી ના એસ.ટી. ના દ્રાઈવર – કંડકટર ની પ્રમાણિકતા જોવા મળી હતી.

થોડા જ દિવસ અગાઉ લીંબડી એસ.ટી. ડેપો ની બસ જે લીંબડી – ભેંસજાળ (નાઈટ) રૂટ ની રેગ્યુલર ચાલે છે

ત્યારે કુંડલા ગામ ના રહેવાસી વિજુબેન નથુભાઈ શિયાળીયા જેઓ બસમાં ચુડા થી બેસીને કુંડલા જતા હતા ત્યારે અચાનક તેમનું પાકીટ તે બસ માં પડી ગયું હતું.

અને જ્યારે એસ.ટી. ના ફરજ ના દ્રાઈવર ધર્મેન્દ્રસિંહ બળવંતસિંહ ઝાલા અને કન્ડક્ટર ભોજુભા રામસિંહ રાણા નું બસ માં પડેલ લેડીઝ પાકીટ પર ધ્યાન પડીયું અને તે પાકીટ લઈ તેમાં ચેક કરેલ તો પાકીટ માં સોનાનો હાર મળી આવેલ પરંતુ તેઓ એ આજના ડીઝીટલ યુગમાં વોટ્સએપ ના માધ્યમ થી મૂળ માલિક સુધી પહોંચીયા હતા.

અને મૂળ માલિક ને લીંબડી એસ.ટી. ડેપો માં બોલાવીને  એસ.ટી. કર્મચારીઓની હાજરી માં જ મૂળ માલિક ને પરત કરેલ.

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી.સુરેન્દ્રનગર

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY