સુરતી ગર્લને યોગાનું લાગ્યું ઘેલું, છોડી દીધી મલ્ટીનેશનલ કંપનીની જોબ

0
72

જ્યાં જગ્યા મળે ત્યાં યોગા કરી લે છે, દરિયા કિનારો હોય, ટ્રેક્ટર, એક્ટિવા કે હોય બુર્જ ખલીફા

સુરતઃ  સુરતની એક યોગા ક્રેઝી ગર્લ વિશે જણાવી રહ્યા છીએ. સુરતની 27 વર્ષીય પૂજા ગાંધીને જ્યાં જગ્યા મળે ત્યાં યોગા કરી લે છે. સુરતી ગર્લ યોગા પાછળ એટલી ક્રેઝી છે કે તે દરિયા કિનારો હોય, ટ્રેક્ટર, એક્ટિવા કે હોય બુર્જ ખલીફા. વર્ષો મુંબઈમાં રહ્યાં બાદ યોગા માટે આ સુરતી ગર્લે યોગા માટે મલ્ટીનેશનલ કંપનીમાં જોબ પણ છોડી દીધી છે.

પરિવાર-મિત્રોને યોગાના નિર્ણય પર ગર્વ

પૂજા ગાંધીએ યોગાના ક્રેઝ અંગે વાત કરતાં કહ્યુ હતું કે, હું પાંચ વર્ષથી યોગા કરું છું, મેં મુંબઈમાંથી જ યોગાનો કોર્સ કર્યો છે જ્યાંથી નતાશા નોવેલે કોર્સ કર્યો છે. લગ્ન બાદ છેલ્લા ત્રણ વર્ષથી હું સુરતમાં યોગાના ક્લાસીસ ચલાવી રહી છું. મે મેનેજમેન્ટ અભ્યાસ કર્યો છે, હું પહેલાં એચઆર અને પછી માર્કેટિંગ ક્ષેત્રે મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરતી હતી. સારો પગાર અને પોસ્ટ છોડીને મેં મારા આ યોગા ક્ષેત્રે આગળ વધી છું. સારી જોબ છોડીને યોગા ક્ષેત્રે આગળ ન વધવા અંગે મારા પરિવાર અને મિત્રોએ ઘણી સલાહો આપી પરંતુ હું મક્કમ હતી. અને આજે મારા પરિવાર-મિત્રોને પણ મારા નિર્ણય પર ગર્વ છે.

મેરેજ પતિને પણ યોગાનું ઘેલુ લાગ્યું

પૂજાએ જણાવ્યું હતું કે, સુરતમાં હાલ બે સ્થળે મારા ક્લાસીસ ચાલે છે અને 100 જેટલા લોકોને હું યોગાની ટ્રેનિગ આપું છું. મારા સાથે મારા પતિ પણ યોગાની ટ્રેનિંગ આપે છે, તેઓને બિઝનેસ તો છે જ પરંતુ સાથે યોગા ક્લાસીસમાં પણ મદદ કરે છે. તેઓને પહેલાં યોગામાં રસ નહતો પરંતુ મને સાથ આપવા માટે તેમને શરૂઆત કરી અને પછી તેઓને પણ યોગા એક શોખ બની ગયો છે.

ઘરકામ કરીને યોગા ક્લાસીસમાં જાય છે

પૂજાએ જણાવ્યું હતું કે, આપણા ગુજરાતીઓમાં ઘરની વહુ પણ ઘણી જવાબદારીઓ હોય છે મારું જ કંઈક એવું છે. હું વહેલી સવારે ઉઠીને ઘરકામ કરીને યોગા ક્લાસીસ જવું છું. આખો દિવસ ઘરકામ અને યોગા વચ્ચે હું સમન્વય સાધુ છું. જોકે, આ બધામાં મારા પતિ અને સાસુ બહું જ હેલ્પ કરે છે. તેઓની મદદ વગર હું આ જગ્યાએ પહોંચી ન શકી હોત.

સુરતમાં હવે સારી નામના ધરાવે છે પૂજા 

પૂજાએ કહ્યું હતું કે, મેં યોગાની શરૂઆત બહું નાના પાયે કરી કરી હતી. પહેલાં બે ત્રણ લોકોને ટ્રેનિંગ આપ્યા બાદ ફેસબુક પર પેજ બનાવ્યું હતું. ધીરે-ધીરે લોકો સામેથી સંપર્ક કરવા લાગ્યા ને આજે સુરતમાં સારી એવી નામના થઈ ગઈ છે. હાલ મહિનાની બે હજાર જેટલી ફી અમે યોગા માટે લઈએ છીએ. માત્ર શીખવા પૂરતાં નહીં યોગા થેરાપીથી અમે બેક પેઈન, ડાયબીટીસ, જિમમાં થીક નેસ થઈ ગયેલા લોકોના શરીરને નોર્મલ કરવા મદદ કરીએ છીએ. હું પ્રિ એન્ડ પોસ્ટ પ્રેગનેન્સીમાં પણ યોગા કરાવું છે, જેનો મેં સર્ટીફાઈડ કોર્ષ કર્યો છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

પરિવાર-મિત્રોને યોગાના નિર્ણય પર ગર્વ

મેરેજ પતિને પણ યોગાનું ઘેલુ લાગ્યું

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY