સુવાલીના ભયજનક દરિયામાં ડૂબી ગયેલા યુવકની લાશ મળી આવી ફાયર બ્રિગેડે યુવક આકાશની લાશનો કબજા પોલીસને સોંપી દીધો

0
9

સુરત, તા. ૧૩
ગત બપોરે ડીંડોલી વિસ્તાના શુકલા અને મિશ્રા પરિવારના સભ્યો સુવાલીના દરિયા કિનારે ફરવા માટે ગયા હતા. ભરતીના પાણીમાં બન્ને પરિવારના ત્રણ યુવાનો ડૂબી ગયા હતા. જે પેકી સચીન અને સેજલને સ્થાનિક તરવૈયાઅોïએ બચાવી લીધા હતા. જ્યારે ડૂબી ગયેલ આકાશની લાશ આજે બપોરે મળી આવી હતી.
ફાયર વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગત બપોરે એકાદ વાગ્યાના સુમારે સુવાલીના દરિયામાં ડીંડોલીના મિશ્રા અને શુકલા પરિવારના સભ્યડો દરિયાના પાણીમાં નહાવાની મઝા લેતા હતા. બપોરે સવા એક વાગ્યાના સુમારે અચાનક ભરતીની શરૂઆત થતા દરિયાના ઊંચા મોઝામાં સચીન, સેજલ અને આકાશ તણાઈ ગયા હતા. પીરવારના અન્ય સભ્યો દ્વારા બૂમાબૂમ કરતા આજુબાજુના સ્થાનિક અને તરવૈયાઅો દોડી આવ્યા હતા. સચીન અને સેજલને બચાવવામાં સફળતા મળી હતી. તેમના શરીરમાં પાણી ગયુ હોવાથી તાત્કાલિક ૧૦૮ની મદદથી બન્નેને સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે મહાવીર હોસ્પિટલ ખસેડાયા તા. દરમિયાન પાણીમાં ડૂબી ગયેલ આકાશ ઉ.વ. ૧૯ની ઘણી શોધખોળ કરવામાં આવી હતી. આજે બપોરે તેની લાશ મળતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY