રાધે સ્વીટ્‌સના ખોરાકમાં ફૂગ નીકળતાં ચકચાર મચી

0
438

ગાંધીનગર,તા.૬
રાજયના પટનગરમાં જ ભેળસેળ કે સડી-બગડી ગયેલી ખાદ્ય વસ્તુઓનું ખૂલ્લેઆમ અને બેરોકટોક વેચાણ થઈ રહ્યું છે, પરંતુ સરકાર અને સ્થાનિક તંત્ર ચોમાસામાં એકાદ વખત રેડ પાડીને આખું વર્ષ ઉંઘતુ રહી દિવાળીમાં હપ્તા ઉઘરાવી ખાય છે. આ બેદરકારીનો પર્દાફાશ થતાં સેક્ટર-૨૧માં આવેલી રાધે સ્વીટ્‌સમાં ફુગવાળી કચોરીના ગઈકાલ સાંજથી વાયરલ થયેલાં વીડિયોએ ગાંધીનગરમાં ભારે ચકચાર જગાવી છે.
ગાંધીનગરમાં નામના ધરાવતી રાધે સ્વીટસની સેક્ટર ૨૧, ૨૯, ૧૧ અને કુડાસણ પાસે દુકાન છે. જેમાં ઉવારસદ ખાતે રહેતા કમલેશ યોગીરાજે સેક્ટર-૨૧માં રાધે સ્વીટસમાંથી ખરીદેલી કચોરી ફુગવાળી નીકળી હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે આ દુકાનમાં આવી ફુગવાળી કચોરી બતાવતો વીડિયો વાયરલ થયો છે. તેમણે કહ્યું કે, ગુરૂવારે બપોરે સેક્ટર-૨૧માં આવેલી રાધે સ્વીટસમાંથી અમે ઘર માટે કચોરી પેક કરાવી હતી. જેમાં ઘરે જઈ આ કચોરી ખાવા માટે કાઢતાં તેમાં અંદર ફુગ જાવા મળી હતી.
આ ફુગવાળી કચોરી અંગે રાધે સ્વીટસ, સેક્ટર-૨૧નું સંચાલન કરતા મહેશ સુખડીયાએ કહ્યું કે, આ યુવકો જે કચોરી લઇને આવ્યા તેમાં ફુગ હતી કે નહીં તેની ખબર નથી, પરંતુ તેઓ ઘરેથી જ વીડિયો ઉતારીને લાવ્યાં હતાં. આમ છતાં કેટલીક વખત ડબલ ઋતુંના કારણે કોઈ વસ્તુ બગડી જતી હોય છે. તે અંગે અમે માફી પણ માંગી લીધી હતી. જા કે સમગ્ર ગાંધીનગરમાં આ વીડિયોના કારણે ભારે ચકચાર મચી ગઈ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY