ઇરાને ૧૦ દિવસમાં યુરેનિયમ ડીલ તોડવાની જાહેરાત કરી

0
7

તહેરાન,તા.૧૭
ઈરાને આગામી ૧૦ દિવસની અંદર યુરેનિયમ ડીલ તોડવાની જાહેરાત કરી છે. એટલે કે આગામી ૨૭મી જૂનના રોજ આ યુરેનિયનમ ડીલ પડી ભાંગશે. જે વૈશ્વિક સત્તાઓ સાથે વર્ષ ૨૦૧૫માં પરમાણું કરાર હેઠળ કરવામાં આવી હતી. ઈરાને ગત મહિને જાહેરાત કરી હતી કે અમેરિકા દ્વારા ફરીથી પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.
તેના પરિણામોને પગલે તેઓ પોતાને ત્યાં યુરેનિયમનો કુલ જથ્થો વધારીને ૨૦ ટકાના સ્તર સુધી લઇ જશે. યુરેનિયમનો ઉપયોગ રિએક્ટર ફ્યૂલ બનાવવા માટે થાય છે, આ સાથે જ તે પરમાણું હથિયારો બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે. યુરોપિયન સત્તાવાળાઓએ ઈરાનને ચેતવણી આપી છે કે, જા સોદો રદ કરવામાં આવશે તો તેમની પાસે પ્રતિબંધોનો અમલ કર્યા સિવાય અન્ય કોઈ વિકલ્પ રહેશે નહીં.
ઈરાને ફરિયાદ કરતાં જણાવ્યું કે, તે અમેરિકાના પ્રતિબંધોના પ્રભાવથી તેના ઓઈલ અને બેન્કિંગ સેક્ટરને સુરક્ષિત કરવામાં નિષ્ફળ રહી છે. તેમજ તેના કારણે દેશની આર્થિક વિકાસનો વૃદ્ધિદર ઘટાડા તરફ ગતિ કરી રહ્યો છે, જેને દેશને મંદી તરફ ધકેલી દીધો છે.
મે મહિનાની શરૂઆતમાં ટ્રમ્પે ઈરાની ઓઈલ ખરીદનારા દેશો માટે તેના પ્રતિબંધોને દૂર કર્યા હતા ત્યારબાદ ઈરાને જણાવ્યું હતું કે, તે પણ તેની પ્રતિબદ્ધતાને પાછી ખેંચી રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY