તાલાલા,તા.૧૫
તાલાલાથી ૨૦ કિ.મી. દૂર ગીર બામણાસા ગામ નજીક બુધવારે કેરીના બગીચામાં કામ કરી રહેલા તુલસીદાસ મથૂરદાસ (ઉ.૬૫) પર દીપડાએ હુમલો કર્યો હતો. પરંતુ તુલસીદાસે હિંમત દાખવી દીપડાને ભગાડ્યો હતો અને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલે ખસેડાયા હતા.
બનાવની જાણ થતા જ વાડી માલીકે તાલાલા ૧૦૮ને જાણ કરતા ઈએમટી યોગેશભાઈ વાજા તેમજ પાયલોટ મહેશભાઈ કરમટા ઘટનાસ્થળે પહોંચી યોગ્ય સારવાર કરી વધુ સારવાર માટે તાલાલા સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



