અમરેલી,તા.૧૫
રાજુલામા કેનેરા બેંકમા ૨૦૦ જેટલા ખેડૂતો ખાતું ધરાવે છે. અહીં બેંક દ્વારા પ્રિમીયમ નહીં કાપેલ હોવાને કારણે પાક વિમો ખેડૂતોને મળ્યો નથી. જેને લઈને ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને ખેડૂતોનુ ટોળુ બેંકમા ધસી ગયું હતું અને ઉગ્ર રજૂઆતો કરી હતી. બાદમાં બેંકમાં જ પાંચ કલાક સુધી ધામા નાખ્યા હતા. જા કે પોલીસ સમજાવટથી મામલો થાળે પડ્યો હતો.
બેંકમા ટેક્નિકલ ખામીના કારણે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે. જેને લઈને અગાઉ પણ ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા અહીં રજૂઆતો કરી હતી. અને અગાઉ પણ ખેડૂતોએ અહીં હોબાળો મચાવ્યો હતો. પરંતુ તે સમયે બેન્ક દ્વારા ધારાસભ્ય અંબરીશભાઈ ડેરની હાજરીમાં બેન્ક દ્વારા ખાતરી આપવામાં આવી હતી. તેમ છતાં તે મુદત પૂરી થઇ અને કોઈ નિવેડો આવ્યો નહીં જેને લઈને બેન્ક સામે ખેડૂતોમાં ફરી રોષ ફાટી નીકળ્યો હતો અને ખેડુતોનુ ટોળુ બેંકમાં ઘૂસતા બેન્ક દ્વારા પોલીસને બોલાવી હતી.પોલીસ તંત્ર દ્વારા ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



