કચ્છ,તા.૩
રાજ્ય સહિત દેશ ભરમાં પેટ્રોલ-ડીઝલના સપ્લાય માટે ટ્રક ટેન્કરનો ઉપયોગ કરવામાં આવે છે. પેટ્રોલ ટેન્કર ખૂબ સાવચેતી પૂર્ણ લઈ જવામાં આવતું હોય છે. કારણ કે જ્વલનશિલ પદાર્થ હોવાના કારણે આગ લાગવાની સંભાવના ખૂબ વધી જાય છે. કેટલીએ વખત પેટ્રોલ પંપ પર પણ આગ લાગી હોવાની ઘટના સામે આવતી હોય છે, પરંતુ આજે પેટ્રોલ ભરેલા ટેન્કરમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે, જેમાં ટ્રક ડ્રાઈવર સળગીને ભડથું થઈ ગયો છે.
મળતી માહિતી મુજબ, કચ્છના સામખીયાલી ચેકપોસ્ટ પાસે નેશનલ હાઈવે પર પેટ્રોલ ટેન્કરમાં અચાનક આગ લીગી ગઈ, જેમાં ટેન્કરનો ડ્રાઈવર બળીને ભડથું થઈ જતા ઘટના સ્થળ પર જ તેનું કરૂણ મોત નિપજ્યુ છે.
વિગતવાર ઘટના જોઈએ તો, કચ્છના સામખીયાલી ચેકપોસ્ટ પાસેથી મોડી રાત્રે પેટ્રોલ ટેન્કર જઈ રહ્યું હતું, અચાનક ટેન્કરમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠી, ડ્રાઈવર કઈ સમજે તે પહેલા તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ, અને ડ્રાઈવર સ્ટેરિંગ પર બેઠા-બેઠા જ ભડ-ભડ સળગવા લાગ્યો. તેણે બચવાનો પ્રયત્ન કર્યો પરંતુ આગનું સ્વરૂપ વિકરાળ હોવાથી તેનો પ્રયત્ન નિષ્ફળ રહ્યો, અને સળગી જતા મોતને ભેટ્યો. આ ટ્રગ યુગ ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લીમિટેડની હોવાનું સામે આવ્યું છે. આગ કયા કારણોસર લાગી તેની પોલીસ અને ફાયર ટીમ તપાસ કરી રહી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



