મોરબી,તા.૩
મોરબીમાં પાલિકા દ્વારા ગઇકાલે પાણીપુરી બનાવતા રેકડી ચાલકો પર તવાઈ બોલાવી ૩૦થી વધુ સ્થળે ચેકિંગ કામગીરી હાથ ધરી હતી. જેમા બે સ્થળે હલકી ગુણવત્તાવાળું તેલ મળી આવતાં તેનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. તેમજ એક સ્થળે ચેકિંગ દરમિયાન પાણીપુરી બનાવવાના સ્થળે ડબ્બામાંથી મરેલો ઉંદર મળી આવ્યો હતો.
પાણીપુરીના ધંધાર્થીઓને આસપાસ સફાઇ રાખવા સુચના આપવામા આવી હતી. તેમજ પાણીપુરી વેચતા લોકોને હાથના ગ્લોવઝ, કેપ અને એપ્રેન પહેરવા સુચના આપી હતી. ચેકિંગ દરમિયાન પાલિકાની ટીમને પાણીપુરી બનાવતા ધંધાર્થીઓના સ્થળ પર બેફામ ગંદકી જોવા મળી હતી. એક સ્થળે તેલના ખાલી ડબ્બામાં મરેલો ઉંદર પણ જોવા મળતા તેમને કડક સુચના અપાઇ હતી અને પાલિકાએ હાજર થવા ધંધાર્થીને તાકીદ કરવામાં આવી હતી.
મોરબીમાં પાણીપુરી અને અન્ય નાસ્તાના સ્ટોલમાં થતી ગંદકીને દૂર કરી સ્વચ્છતા જાળવવા સ્ટોલ ધારકોને સુચના આપી હતી. આ ઉપરાંત હાથના ગ્લોવ્ઝ, કેપ અને એપ્રેન પહેરવા પણ જણાવ્યું હતું. આગામી સમયમાં પણ ચેકિંગ કાર્યવાહી કરવામાં આવશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



