૧૫ એપ્રિલથી રાજ્યમાં ફરી શરૂ થશે ઇ-મેમો : ગૃહ રાજ્યમંત્રીની જાહેરાત

0
107

ગાંધીનગર,
તા.૨૮/૦૩/૨૦૧૮

તમામ મહાનગરોમાં આ આદેશનો અમલ કરાશે

રાજ્યમાં વાહનચાલકોને વાહન વ્યવહાર અધિનિયમના વિવિધ નિયમોના ભંગ બદલ સીસીટીવી દ્વારા ડાયરેક્ટ ફોટો લઇને ઇ-મેમો આપી દંડ વસુલવાની પદ્ધતિ ફરી શરૂ કરવામાં આવશે. ઇ-મેમોની પુનઃ શરૂઆત ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કરી હતી. આગામી ૧૫ એપ્રિલથી ઇ-મેમો શરૂ કરાશે. તમામ મહાનગરોમાં આ આદેશનો અમલ કરાશે.

સિસ્ટમ એરર હોવાથી ખોટા ઇ-મેનોની વ્યાપક ફરિયાદ હતી અને લોકોમાં રોષ હતો. આ ઉપરાંત વસૂલાત નહીં થતી હોવાથી સરકારને પણ કરોડોનું નુકસાન થતું હતું. ઇ-મેમો બંધ કરતાં સમયે ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, સિસ્ટમમાં એરર હોવાથી કેટલીક ક્ષતિઓ આવતા સ્માર્ટ સીટી પ્રોજેકટ આગામી ચાર મહિનામાં પુર્ણ થાય તેમ હોવાથી હાલના તબક્કે ઇ-મેમો આપવાની પધ્ધતિ રદ કરવામાં આવે છે.

અગાઉ રાજ્ય સરકારના ધ્યાન પર એવું આવ્યું હતું કે, નિયમ ભંગ કર્યો ન હોય તેવા વાહનચાલકને પણ ઇ-મેમો મળતો હોવાથી તેમને મુશ્કેલી પડે છે. અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરા, ગાંધીનગર, મોરબી અને ભાવનગર સહિતના શહેરોમાં સ્માર્ટ શહેરોની કામગીરી ચાલુ છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY