મુંબઈ,તા.૫
બોલિવૂડ એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી હાલમાં ‘અમેઝોન પ્રાઇમ’ પર નવો શો ‘હિઅર મી લવ મી’ લઇને આવી રહી છે. તેને કારણે તે ચર્ચામાં છે. ડેટિંગ અંગે જાડાયેલા આ શોમાં શિલ્પા શેટ્ટી આવનારા કંટેસ્ટંટ્સને બ્લાઇન્ડ ડેટ કરતા શીખવે છે.આ શો વિશે વાતચીત કરતાં શિલ્પા શેટ્ટીએ તેનાં અને સલમાન ખાનનાં ડેટિંગ અંગે કરવામાં આવેલા પ્રશ્નનો પણ જવાબ આપ્યો હતો.
સલમાન ખાન અને શિલ્પા શેટ્ટીએ એક સાથે ‘દસ’, ‘ગર્વ- પ્રાઇડ એન્ડ ઓનર’, ‘ઔજાર’,’ફિર મિલેંગે’, ‘શાદી કરકે ફંસ ગયા યાર’ જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે. આ સમય ગાળામાં એવી પણ અફવા હતી કે તેઓ એકબીજાને ડેટ કરે છે
જાકે આ વાતોમાં શિલ્પાએ સ્પષ્ટ કહ્યુ છે કે, તેણે અને સલમાને કયારેય રોમેન્ટીક ડેટ નથી માણી. શિલ્પાએ તેનાં પરિવાર અને સલમાન અંગે વાત કરતાં કહ્યુ કે, ‘સલમાન કયારેક કયારેક મારા ઘરે રાત્રે આવતો હતો. હું સુતી હોતી અને તે મારા પાપા સાથે બેસીને કલાકો સુધી વાતો કરતો અને ડ્રિન્ક પણ કરતો હતો. પણ જ્યારે મારા પિતાનું નિધન થયુ ત્યારે તે મારા ઘરે આવ્યો હતો. સલમાન ખુબજ ઉદાસ હતો. તે બાર કાઉન્ટર પર માથુ ઢાળીને બેઠો હતો. આજે પણ અમે સારા મિત્રો છીએ’
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





