ફાયરિંગ મામલો : વીંછિયામાં વેપારીઓએ વિરોધમાં સજ્જડ બંધ પાળ્યો

0
10

વીંછિયા,તા.૨૧
રાજકોટના વીંછિયામા ગઇકાલે ગુરુવારે વેપારી પર ફાયરિંગનો બનાવ બન્યો હતો વેપારી ગંભીર રીતે ઘવાયા બાદ તેને સારવારમા ખસેડવામાં આવ્યો હતો. આજે ગામના વેપારીઓએ વેપાર-ધંધા બંધ રાખી રેલી યોજી હતી. પૂર્વ સરપંચે ચિમકી આપી હતી કે બે દિવસમાં આરોપી નહીં પકડાઇ તો ભૂખ હડતાળ કરી રસ્તા રોકવામા આવશે. રેલીના પગલે પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
વીંછિયામાં રાજ ઓફસેટના વ્યવસાય સાથે સંકળાયેલા યુવાન મુકેશભાઇ રાજપરા ઉપર અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ કરતા મુકેશભાઇને ગંભીર ઇજાઓ પહોંચતા તેને રાજકોટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગેની મળેલી પ્રાથમિક વિગતો મુજબ રાજ ઓફસેટનો વ્યવસાય કરતા મુકેશભાઇ રાજપરા ગઇકાલે સાંજના સુમારે જસદણ રોડ પર આવેલી તેમની વાડી પાસે નવા બની રહેલા શોપિંગ સેન્ટર પાસે પોતાના મિત્રો સાથે બેઠા હતા. ત્યારે બોટાદ તરફથી એક સફેદ કલરની સ્વીફ્ટ કાર પૂરપાટ વેગે ત્યાં ધસી આવી હતી અને કારમાંથી લગભગ ત્રણથી ચાર અજાણ્યા શખ્સો ઉતરી તે પૈકી એક શખ્સ દ્વારા મુકેશભાઇ ઉપર એક રાઉન્ડ ફાયરિંગ કરી તરત જ કારમાં બેસી પૂરપાટ વેગે જસદણ તરફ નાસી ગયા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY