તાપી,તા.૨૦
આજના સમાજમાં હવસખોરીનું દૂષણ કેટલી હદે ઘૂસી ગયું છે તેનો ચોંકાવનારો કિસ્સો તાપી જિલ્લાના વાલોડના કુંભીયા ગામે સામે આવ્યો છે. અહીં પાડોશમાં રહેતાં એક નરાધમે અસ્થિર મગજની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું.
ચોંકાવનારી વાત તો એ છે કે, આ દુષ્કર્મીની બે દીકરીઓ છે. અને તેઓ પણ એ જ ઉંમરની છે જેને તેણે પોતાની હવસનો શિકાર બનાવી હતી.
તાપીના વાલોડ તાલુકાના કુંભીયા ગામે સગીરા રહે છે. તેના માતા પિતા ખેતમજૂર છે. સવારના સમયે માતા પિતા મજૂરીકામ માટે ખેતરમાં ગયા હતા. અને બપોરના સમયે સગીરા ઘરમાં એકલી હતી. ત્યારે પાડોશમાં રહેતો સરમુખ હળપતિ ઘરે આવ્યો હતો. અને સગીરાને ફોસલાવીને ખેતરમાં લઈ ગયો હતો. જ્યાં તેણે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું.
જ્યારે બપોરે ખાવાના સમયે ઘરે આવેલાં માતાપિતાને સગીરા ન દેખાતાં તેઓએ તેની શોધખોળ હાથ ધરી હતી. આ સમયે સગીરા ખેતરમાંથી દોડતી પરત આવતી મળી આવી હતી. જે બાદ માતાએ તેની પુછતાછ કરતાં સમગ્ર હકીકત સામે આવી હતી. આ મામલે પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સોનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પણ અહીં ચોંકાવનારી વાત એ છે કે, આરોપીની ભોગ બનનાર બાળાઓની જ ઉંમરની તેની બે દીકરીઓ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


