તાપી,તા.૫
વાલોડ-બાજીપુરા હાઇવે પર કાર અકસ્માતમાં ૩ યુવાનના મોત નીપજ્યા છે. જ્યારે ૩ યુવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. જેઓને સારવાર માટે સુરત અને બારડોલીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
તાપી જિલ્લાના વાલોડના ૬ મુસ્લિમ યુવકો શનિવારે મોડી રાત્રે વાલોડથી બાજીપુરા તરફ ધાર્મિક કાર્યક્રમમાં જતા હતા. હતા, ત્યારે કાર ચાલકે સ્ટેઇરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત થયો હતો. જેમાં ૩ યુવાનના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા. જ્યારે ત્રણ યુવાનો ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી તેઓને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે બારડોલી અને સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. વાલોડ પોલીસે ત્રણેય યુવાનોના મૃતદેહ પોસ્ટ મોર્ટ માટે મોકલી આપ્યા છે અને આ મામલે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




