રાજકોટના પ્રવાસીઓને આંધ્ર પ્રદેશમાં નડયો અકસ્માત, ૨૫ ઘાયલ

0
28

રાજકોટ,તા.૫
આંધ્ર પ્રદેશ રાજ્યના કડાપા જિલ્લા પાસે આજ રોજ વહેલી સવારે એક અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી મુજબ રાજકોટના ૨૫ લોકો ઘાયલ થયા છે.
કડાપા જિલ્લાના મુદિરેદિપલ્લી, મૈદુગુઅર નજીક કનુમામાં એક માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં ગુજરાત પ્રવાસેથી આવેલી ખાનગી ટ્રાવેલ બસની ટક્કર એપીએસઆરટીસી બસ સાથે થતાં આશરે ૨૫ લોકો ઘાયલ થયા હતાં.
રાજકોટથી ૨૦ દિવસ પહેલા નીકળેલા પ્રવાસીઓનું એક ગ્રુપ તિરૂમાલા જઇ રહ્યું હતું. પીડિતોને તાત્કાલિક પ્રોદાદાતુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY