મોરબી ૧૦૮ ટીમે ચાલુ એમ્બ્યુલન્સમાં કરાવી ડીલીવરી, ટ્વીન્સ બાળકોનો જન્મ

0
146

ગુજરાત રાજ્યના નાગરિકોને આરોગ્યની સેવા સમયસર મળી રહે તેવા હેતુથી સરકારે ૧૦૮ ઈમરજન્સી સેવા શરુ કરી હોય અને આ સેવા લોકો માટે ઉપયોગી બની રહી છે આજે એક મહિલાને હોસ્પિટલ પહોંચાડાય તે પૂર્વે જ ચાલુ એમ્બ્યુલન્સમાં ડીલીવરી કરાવી હતી

મોરબીના તળાવીયા શનાળા ગામના રહેવાસી રાજુભાઈ કમલેશભાઈ નામની ૩૦ વર્ષની સગર્ભા મહિલાને ઓચિંતી પ્રસૃતિ પીડા ઉપડતા ૧૦૮ ટીમને જાણ કરવામાં આવી હતી અને ૧૦૮ ટીમના પાઈલોટ શક્તિસિંહ ગોહિલ અને EMT પ્રવીણભાઈ મેર દ્વારા મહિલાને તાકીદે જેતપર હોસ્પિટલ ખસેડવા કવાયત આદરી હતી જોકે રસ્તામાં જ મહિલાની ડીલીવરી કરાવવી પડે તેમ હોય, ૧૦૮ ટીમે ચાલુ એમ્બ્યુલન્સમાં જ મહિલાની ડીલીવરી કરાવી હતી અને ટ્વીન્સ બેબીનો જન્મ થયોં હતો આમ ફરી એક વખત ૧૦૮ ટીમ સગર્ભા મહિલા માટે આશીર્વાદરૂપ સાબિત થઇ છે

રાહુલ નગવાડિયા
મોરબી
૯૬૩૭૦૭૫૭૧૭

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY