ન્યુ દિલ્હી,તા.૧૧
સંસદનું મોનસૂન સત્ર શુક્રવારનો રોજ સમાપ્ત થયું. ગત બજેટ સત્રના મુકાબલે આ સત્રમાં કામકાજ ઘણુ સારુ રહ્યું અને કેન્દ્રની મોદી સરકારનું સૌથી સફળ સત્ર સાબિત થયું. આ સત્રમાં ઘણા મહત્વના વિધેયકોને સંસદમાં મંજૂરી મળી. મોનસૂન સત્રમાં કુલ ૧૮ બેઠક નક્કી કરવામાં આવી હતી, પરંતુ ગુરૂપૂર્ણિમાંના કારણે સંસદ ૧૭ દિવસ ચાલી શકી. એક દિવસ માટે બંને ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી.
લોકસભાના સ્પીકરે જણાવ્યું કે બજેટ સત્રની સરખામણીએ આ સત્રમાં સંતોષકારક કામ થયું અને ૧૧૨ કલાક સુધી સદનની કાર્યવાહી ચાલી. સ્પીકરે કહ્યું કે સભાગૃહમાં ૨૦ કલાક ૪૩ મિનિટ સુધી વધારે બેસીને મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી, જ્યારે સુનાવણી મોકુફ અને વિક્ષેપના કારણે ૮ કલાક ૨૬ મિનિટ બરબાદ થયા. જ્યારે સભાગૃહમાં ૨૨ સરકારી બિલ રજૂ કરવામાં આવ્યાં જેમાં ૨૧ બિલને મંજૂરી આપવામાં આવી.
રાજ્યસભામાં કુલ ૭૪ ટકા કામકાજ થયું જેમાં ૧૪ વિધેયકોને ઉપરના સદનમાં મંજૂરી મળી. રાજ્યસભાના સભાપતિ એમ વૈંકેયા નાયડુએ સદનની કાર્યવાહી અનિશ્ચિતસમય સુધી સ્થગિત કરતાં પહેલાં જણાવ્યું કે ગત બે સત્રના ગતિરોધને ધ્યાનમાં રાખતા મોનસૂન સત્ર ફરી રદ્દ થવાની ધારણા વચ્ચે સદનમાં કાર્યવાહી થઇ.
સભાપતિએ જણાવ્યું કે ગત સત્રમાં માત્ર ૨૫ ટકા કામ થયુ હતું. સભાપતિએ કહ્યું કે આ સત્રમાં ઉપરના સદનમાં ૧૪ બિલને મંજૂરી મળી જ્યારે ગત બે સત્રોમાં ૧૦ વિધેયકને મંજૂરી આપવામાં આવી હતી. સત્ર દરમિયાન હંગામાના કારણે ૨૭ કલાક ૪૨ મિનિટ બગડી.
સંસદમાં આ વખતે અત્યાચાર નિવારણ સંશોધન બિલને ધ્વનિ મતથી પસાર કરાયું. જ્યારે સદનમાં સરકાર ચાર વિધયકો પર અધ્યાદેશ લાવી હતી પરંતુ હવે આ વિધેયક અધ્યાદેશની જગ્યા લેશે.
જેમાં મણિપુરમાં સ્પોર્ટસ યૂનિવર્સિટીનું નિર્માણ સાથે જાડાયેલ રાષ્ટ્રિય ખેલકુદ વિશ્વવિદ્યાલય બિલ, ભગોડા આર્થિક અપરાધ બિલ, આપરાધિક કાનૂન (સંશોધન) વિધેયક, હોમ્પોપેથી કેન્દ્રીય પરિષદ (સંશોધન) જેવા વિધેયકને સંસદમાં પસાર કરાયા.
મોનસૂન સત્રમાં મોદી સરકાર વિરુધ્ધ પ્રથમ અવિશ્વાસ પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો. જા કે આ પ્રસ્તાવ પર ૧૧ કલાક ૪૬ મિનીટ કરાવામાં આવેલી ચર્ચા બાદ મતદાન સમયે પ્રસ્તાવના વિરોધમાં ૩૨૫ મત જ્યારે સમર્થનમાં ૧૨૬ મત પડ્યા.
આમ મોદી સરકારે સંસદમાં પ્રથમ પોતાની અગ્નિપરીક્ષા સારા માર્કસ સાથે પાસ કરી. આમ મોનસૂન સત્રમાં ઘણા મહત્વના બિલને મંજૂરી આપવામાં આવી. જ્યારે રાજ્યસભાને નવા ઉપસભાપતિ મળી ગયા. જેમાં ઉપસભાપતિ તરીકે થયેલા મતદાનમાં એનડીએના ઉમેદવાર હરિવંશના પક્ષમાં ૧૨૫ જ્યારે વિપક્ષના ઉમેદવારના પક્ષમાં ૧૦૫ મત પડ્યા.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



