શાર્દૂલ,અક્ષર પટેલ એશિયા કપમાંથી બહાર : સિદ્ધાર્થ કૌલ,રવિન્દ્ર જાડેજાનો સમાવેશ

0
12

દુબઈ,તા.૨૦
ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઇજાને કારણે એશિયા કપમાંથી બહાર થયા બાદ ટીમ ઇન્ડિયાને વધુ એક ફટકો પડ્યો છે. એક રિપોર્ટ અનુસાર, ટીમ ઇન્ડિયાના ઝડપી બોલર શાર્દુલ ઠાકુર અને સ્પિનર અક્ષર પટેલ પણ ઇજાને કારણે એશિયા કપ ૨૦૧૮માંથી બહાર થઇ ગયા છે. શાર્દુલ ઠાકુરના સ્થાને સિદ્ધાર્થ કૌલ અને અક્ષર પટેલના સ્થાને રવિન્દ્ર જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યા છે. એક રિપોર્ટ અનુસાર, શાર્દુલ ઠાકુરને જાંધમાં ઇજા પહોંચી હતી. જ્યારે અક્ષર પટેલ અંગૂઠાની ઇજાને કારણે પરેશાન છે.
શાર્દુલ ઠાકુર એશિયા કપની પ્રથમ મેચમાં હોંગકોંગ સામે રમ્યો હતો. જેમાં તેણે ૪૧ રન આપ્યા હતા પરંતુ એક પણ વિકેટ લઇ શક્્યો નહોતો. અક્ષર પટેલને આ ટુનામેન્ટમાં એક પણ મેચ રમવાની તક મળી નથી. રવિન્દ્ર જાડેજા ઘણા સમયથી ટેસ્ટમાં જ રમી રહ્યો છે. જાડેજાએ અંતિમ વન-ડે મેચ વર્ષ ૨૦૧૭માં વેસ્ટ ઇÂન્ડઝ સામે રમી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY