બુલેટ ટ્રેન : સુરતમાં ડાયમંડ આકારનું બુલેટ ટ્રેન ટર્મિનલ તૈયાર થશે

0
21

ગાંધીનગર,તા.૨૦
અમદાવાદ-મુંબઇ બુલેટે ટ્રેન પ્રોજેક્ટમાં સુરતમાં ટર્મિનલ સ્ટોપ આપવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે, આ પ્રોજેક્ટમાં સુરતમાં ડાયમંડ આકારનું બુલેટ ટ્રેન ટર્મિનલ તૈયાર થશે. ડાયમંડ સુરતની એક ઓળખ છે અને દુનિયાનું સૌથી મોટું ડાયમંડ ઉત્પાદક તથા ડાયમંડ પોલીશિંગ શહેર હોવાને કારણે આ ટર્મિનલ ડાયમંડના આકારમાં તૈયાર કરવમાં આવશે. ઔદ્યોગિક શહેર વાપીને ધ્યાનમાં લઇને દક્ષિણ ગુજરાતના છેવાડે સુરતનું ટર્મિનલ સ્ટોપ આપવામાં આવ્યું છે.
નેશનલ હાઇસ્પીડ રેલ કોરિડોર કોર્પોરેશને અમદાવાદ-મુંબઇ વચ્ચે હાઇસ્પીડ બુલેટ ટ્રેનના સુરત અને વાપી ટર્મીનલની ડીઝાઇન ફાયનલ કરી દેવામાં આવી છે. ટૂંક જ સમયમાં બિલીમોરા ટર્મીનલ માટેની ડીઝાઇન ફાયનલ કરવામાં આવશે. સુરતને દેશના ડાયમંડ સિટીથી ઓળખવામાં આવે છે. તેથી ટર્મિનલની આખી ઈમારત ડાયમંડ આકારની હશે. જાણે એકથી વધારે ડાયમંડ એક સાથે રાખવામાં આવ્યા હોય એવું બહારથી દેખાશે. જ્યારે સમગ્ર ટર્મિનલનો એરિયલ વ્યુ એક ડાયમંડ આકારનો રહેશે.
માત્ર આગળનો ભાગ જ નહીં, અંદરના ફર્નિચરમાં પણ ડાયમંડની થીમ ફોલો કરવામાં આવશે. ઉપરાંત કેરિકેચર અને ટર્મિનલની લાદીઓને પણ ડાયમંડ આકારમાં ગોઠવવામાં આવશે એવું પ્રોજેક્ટ પ્રવક્તા ધનંજયકુમારે જણાવ્યું હતું. સુરતીઓ માટે અંતરોલી સ્ટેશન પર જંકશન આપવામાં આવ્યું છે. જે હાલના સુરત રેલવે સ્ટેશનથી નવ કિમી દૂર છે. જ્યારે નેશનલ હાઇવે ૪૮ની બાજુમાં સુરત ટર્મિનલ બિલ્ડિગ ઊભુ કરવામાં આવશે.
આગામી એક મહિના સુધીમાં બાંદ્રા-કુર્લા કોમપ્લેક્સને બાદ કરતા તમામ ટર્મીનલની ડિઝાઇનને અંતિમ ઓપ આપીને શરૂ કરી દેવામાં આવશે. બાંદ્રા-કુર્લા, અમદાવાદ અને વડોદરાને બાદ કરતા બાકીના નવ સ્ટેશન માટે જુદી જુદી ડીઝાઇન નક્કી કરવામાં આવી છે. જેની પેટન્ટ સરખી રહેશે. દરેક ટર્મીનલ સ્ટેશનમાં ત્રણ માળ હશે. જેના ગ્રાઉન્ડ ફ્લોરમાં એન્ટ્રી ગેટ રહેશે, બીજા માળે મુખ્ય સ્ટેશન અને પ્લેટફોર્મ રહેશે. પહેલા માળે બુકિંગવિન્ડો, રેસ્ટરૂમ તથા ફૂડકાઉન્ટ અને અન્ય દુકાનને જગ્યા ફાળવવામાં આવી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY