કાનપુરમાં વ્યક્તિ એ પોતાની પત્નીને લેસ્બિયન ગણાવતા વિવાદ

0
65

કાનપુર,તા.૨૦
ઉત્તરપ્રદેશના કાનપુર જિલ્લામાં સમલૈંગિક સંબંધનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક વ્યક્તિ એ પોતાની પત્નીને લેસ્બિયન ગણાવતા પોલીસ ફરિયાદ કરી છે. પતિનો આરોપ છે કે પત્ની તેને નજરઅંદાજ કરી તેની કઝીન બહેન સાથે સંબંધ બનાવે છે.
આ શખ્સે પોલીસને જણાવ્યું કે જ્યારે તેઓ કામથી પાછા પોતાના ઘરે આવ્યા તો તેણે પોતાની પત્ની અને કઝીન બહેનને આપત્તિજનક સ્થિતિ માં પકડી પાડ્યા હતા. તેને આ વાત પર બંનેને ધમકાવ્યા અને સમજાવાની કોશિષ કરી. પરંતુ ફરિયાદ કરી તે પ્રમાણે આ બંને એ તેને આત્મહત્યા કરવાની ધમકી આપી ચુપ કરી દીધા હતા.
આ મામલો ઘરવાળા સુધી પહોંચ્યો તો તમામ બંને મહિલાઓને સમજાવાની કોશિષ કરી તો તેઓ બંને માન્યા નહીં. હેરાન-પરેશાન થયેલ પતિ પોલીસ સ્ટેશન પહોંચ્યો અને પોલીસને પોતાની આપવીતી સંભળાવી. પોલીસના મતે ફરિયાદકર્તાના લગ્ન પાંચ મહિના પહેલાં જ ફતેહપુર રહેવાસી છોકરી સાથે થયા હતા.
લગ્નના થોડાંક દિવસ બાદ જ તેના પતિને નજર અંદાજ કરવાનું શરૂ કરી દીધું હતું અને ફરિયાદકર્તાના ઘરની પાસે રહેતી કઝીન બહેન સાથે સંબંધ બાંધી લીધા. જ્યારે સુપ્રીમ કોર્ટે સમલૈંગિક સંબંધોને લઇ અગત્યનો ચુકાદો સંભળાવ્યો તો બંને ખુલ્લેઆમ પોતાના સંબંધોનો સ્વીકાર કરવા લાગી છે.
પતિનું કહેવું છે કે જ્યારે પણ તેઓ કામ પર જાય છે તો તેની પત્ની તેની કઝીન બહેન સાથે સમલૈંગિક સંબંધ બાંધે છે. તે તેની સાથે જ રહે છે. આ બંનેની હરકતો હવે આસ-પાસમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY