
કોલંબો,તા.૧૬
શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન કુમાર સંગાકારાનું માનવુ છે કે તેમ માનવુ ખોટુ છે કે ભારતીય ટીમ કેપ્ટન વિરાટ કોહલી પર વધુ નિર્ભર છે. સંગાકારાએ ઇંગ્લેન્ડમાં પ્રથમ બે ટેસ્ટ મેચમાં ભારતના ખરાબ પ્રદર્શન માટે તૈયારીની કમીને જવાબદાર ઠેરવી છે. ઇંગ્લેન્ડે પાંચ ટેસ્ટ મેચની શ્રેમીમાં બર્મિઘમ અને લોડ્ર્સમાં રમાયેલી પ્રથમ બે મેચમાં જીત મેળવી હતી. બીજી તરફ ભારતીય ટીમમાં વિરાટ કોહલી જ રન બનાવવામાં સફળ રહ્યો હતો. ૧૮ ઓગસ્ટે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ રમાશે.
કુમાર સંગાકારાએ કહ્યું, કે ‘આ અન્ય બેટ્સમેનો માટે લગભગ અયોગ્ય છે કારણ કે અમે ગત કેટલાક વર્ષોથી વિરાટ કોહલીને આવી બેટિંગ કરતા જોયો છે. તે અવિશ્વસનીય ખેલાડી છે પરંતુ ટીમના બીજા ખેલાડી પણ શાનદાર છે. ચેતેશ્વર પૂજારા અને રહાણે પણ સારા બેટ્સમેન છે. પૂજારાની ટેસ્ટ ક્રિકેટમાં એવરેજ ૫૦ની છે, રહાણેની પણ વિદેશમાં એવરેજ ૫૦ની છે. ટીમમાં લોકેશ રાહુલ પણ છે, જે ફોર્મમાં હોય છે ત્યારે શાનદાર રમે છે. મુરલી વિજય, શિખર ધવન અને દિનેશ કાર્તિકને પણ ઓછા ના આંકી શકાય.
ટેસ્ટ શ્રેણી પહેલા ભારતીય ટીમે માત્ર એક પ્રેક્ટિસ મેચ રમી હતી જેને ત્રણ દિવસની કરવામાં આવતા વિવાદ થયો હતો. સંગાકારાનું માનવુ છે કે ભારતે ઓછી પ્રેક્ટિસ મેચનું પરિણામ ભોગવવુ પડ્યુ છે. સંગાકારાએ કહ્યું, ‘ટીમે અહીં સંઘર્ષ કર્યો છે જેનું એક કારણ તૈયારીમાં કમી હોઇ શકે છે. ભારતે મહેનત કરવાની જરૂર છે, કારણ કે તમે ટેસ્ટ મેચ રમતા સમયે તૈયારી નથી કરી શકતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





