૧૭મી લોકસભા ચૂંટણીનો પ્રચાર જાર શોરથી ચાલી રહ્યો છે. બીજી તરફ મોદી સરકારને માટે એક મોટી ઉપલબ્ધિ જેવી પુલવામાંના હુમલાનો માસ્ટર માઇન્ડ મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી ઘોષિત કર્યો એ જ દિવસે ભારતના મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં નકસલીઓએ દારૂગોળાની સુરંગનો ધડાકો કરતા સોળ જવાનોને શહીદ કરી નાખ્યા. એક તરફ ખુશી તો બીજી તરફ માતમનો પડછાયો. એવું નથી કે નક્સલીઓએ પહેલીવાર હુમલો કર્યો હોય. કેટલાક સમય પહેલા ચૂંટણીના સમયે છત્તીસગઢમા નક્સલીઓએ ભાજપાના ધારાસભ્ય અને સુરક્ષાકર્મીઓને ઉડાવી દીધા ત્યારે દેશના ગૃહમંત્રી રાજનાથસિંહે આની આકરી ટીકા કરી અને એવુ વચન આપ્યું કે ૨૦૨૨ સુધીમા નક્સલવાદને અમે ખતમ કરી નાખીશુ. આખરે કોણ છે આ નકસલીઓ? તેમને દારૂગોળો, હથિયાર, પૈસા, ખાવા-પીવાનું અને જંગલમાં છુપાઇ રહેવાની જગ્યા કોણ આપે છે? શું તેઓ પાકિસ્તાનથી આવ્યા છે? શું તેઓ કાશ્મીરી આતંકીઓ છે? આખરે આટલા વર્ષો પછી પણ રાજ્ય સરકારો કે કેન્દ્ર સરકાર નક્સલવાદને શા માટે જડમૂળથી ખતમ કરી શકી નહી…..?
કાશ્મીરમાં તો આતંકીઓ પાકિસ્તાને મોકલેલા હોય છે. પરંતુ આ નક્સલીઓ તો આપણા ભારતના નાગરિકો છે. તેમણે કોઈને કોઈ કારણોસર હથિયાર ઉપાડી લીધા અને જંગલમાં ભાગી ગયા. પોતાના આકાઓના ઈશારા પર સુરક્ષા જવાનોને શહીદ કરતા આવી રહ્યા છે. નક્સલીઓની સંખ્યા કાઇ બહુ મોટી નથી. મળી મળીને ૫૦૦ કે ૧૦૦૦ થી વધુ ના હોઈ શકે. તેઓ ક્યાં રહે છે, કોને મળે છે, તેમને કોણ મળે છે, તેમને પૈસા ક્યાંથી મળે છે, આ બધું સરકાર કે આઈબી ન જાણતી હોય એવુ તો હોઈજ ના શકે. જા સમગ્ર પ્રશાસન આનાથી વાકેફ છે તો પછી તેમની વિરુદ્ધ આકરામાં આકરી કાર્યવાહી શા માટે થઈ ના શકે? શા માટે સુરક્ષા જવાનો ના કીમતી જાનની બલી ચઢાવવામાં આવી રહી છે? થોડા સમય પહેલા ૨૫ જવાન, આ વખતે સોળ જવાન, અને આવનાર સમયમાં ફરીથી જવાનો ઉપર હુમલા નહીં થાય તેની કોઈ ગેરંટી છે શું?
કાશ્મીરી કે પાકિસ્તાની આતંકીઓને મૂળથી ખતમ ના કરી શક્યા પરંતુ જે ભારતના નાગરિક છે. ભારતથી જ તેમને બધી સુવિધાઓ મળી રહી છે. ત્યારે સરકાર એક જ વાર મિશન ઈમપોસિબલ નહી પરંતુ મિશન પોસીબલને અમલમાં લાવીને એમના ઉપર હવાઈ હુમલા શા માટે નથી કરતી? આજના સમયમાં ડ્રોન દ્વારા જ્યારે કોઈ પણ ક્ષેત્રની દેખરેખ કરવામાં આવે છે ત્યારે નકસલી ઇલાકામાં ડ્રોન દ્વારા નક્સલીઓના ઠેકાણાની ખબર નથી પડી શકતી? શું તેમના પર એર સ્ટ્રાઈક ના થઈ શકે શું? આખરે એવું તે શું કારણ છે કે પ્રશાસન, સરકાર, રાજકિય પક્ષ તેમને ખતમ કરવાનું નથી ઇચ્છતી? નક્સલી જવાનોને શહીદ બનાવે આવુ ક્યાં સુધી ચાલતું રહેશે? જો સેનાની ભાષામાં કહેવામા આવે તો નક્સલીઓની સપ્લાય લાઈન તોડી નાખવામાં આવે કે બંધ કરી દેવામાં આવે તો આ નક્ષલવાદ મોટી સફળતાથી ખતમ થઈ શકે છે. પરંતુ આવુ શા માટે નથી થઈ રહ્યું. એવા સવાલ સામાન્ય લોકોના મનમાં ત્યારે ત્યારે પેદા થાય છે કે જ્યારે જ્યારે નક્સલીઓ દ્વારા હુમલા થાય છે.
ગૃહમંત્રી ઘાયલ જવાનોને જાવાને માટે હોસ્પિટલમાં જાય છે, જે શહીદ થયા તેમની શૂરવીરતાને વખાણે છે. ૨૦૨૨ સુધી નો સમય આપે છે, શા માટે તુરંતજ તેને ખતમ ના કરી શકીએ? શું દેશ એવું માનીલે કે ૨૦૨૨ સુધી જવાનો ઉપર હુમલા થતા રહે, જવાન શહીદ થતા રહે, અને જ્યારે ૨૦૨૨ આવે ત્યારે સરકાર નકસલીઓને કહેશે -બસ હવે બહુ થઈ ગયું…. હવે નહીં…..! મોદીજી, બાલાકોટમાં જઈને આતંકીઓની કમર તોડી નાખી તો પછી આ નકસલીઓ કઈ વાડીના મૂળા છે….?
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



