તેહરાન,તા.૯
ઈરાનમાં ૪૦ વર્ષથી મહિલાઓને સહિત અન્ય કોઈ પણ રમતને સ્ટેડિયમમાં જોવાની અનુમતિ નથી. જોકે આ પરંપરાનો હવે અંત આવી ગયો છે. ઈરાન સરકારે ફેડરેશન ઇન્ટરનેશનલ ફૂટબોલ એસોસિયેશન (ફિફા)ના આદેશ અને ગયા મહિને બ્લૂ ગર્લના આપઘાત પછી મહિલાઓને સ્ટેડિયમમાં પ્રવેશ આપવાનો નિર્ણય કર્યો છે. ઈરાન ફૂટબોલ ટીમ અને કોલંબિયા વચ્ચે આજે ફિફા વર્લ્ડકપ ૨૦૨૨ની ક્વોલિફાયર મેચ રમાશે. આ માટે ઈરાન સરકારે ૩૫૦૦ મહિલાઓને મેચ જોવાની અનુમતિ આપી છે. જોકે સ્ટેડિયમની બેઠક ક્ષમતા ૧ લાખ છે.
ઈરાનની મહિલા પત્રકાર રાહા પૂરબખ્શનો પણ આ ૩૫૦૦ મહિલાઓમાં સમાવેશ થાય છે, જેમેણે મેચ માટે ટિકિટ બુક કરાવી છે. તેણે કહ્યું કે, મને હજી પણ વિશ્વાસ નથી થતો કે ઈરાનમાં આવું થઇ રહ્યું છે. મેં છેલ્લા કેટલાક વર્ષોથી આના માટે કામ કર્યું છે અને દેશમાં થઇ રહેલ પ્રદર્શનને ટીવી પર નિહાળ્યા હતા. હવે હું સ્ટેડિયમમાં મેચ જોવાનો અનુભવ લઈશ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


