હૈદરાબાદ,તા.૧૫
ક્યારેક નેતાઓનાં ચિહ્ન અને પર્સનલ લાઈફમાં કશું મેચ ન થતું હોય. અને એવું તો તમે ક્્યારેક જ સાંભળ્યું હશે કે નેતા પાસે કાર નથી. તો એક એવો જ કિસ્સો છે આ નેતાનો. તેલંગણા રાષ્ટ્ર સમિતિના પ્રમુખ અને મુખ્યમંત્રી કેન્દ્રીય ચંદ્રશેખર રાવ પાસે સંપત્તિમાં ૨૨ કરોડ ૬૦ લાખ છે પરંતુ પોતાની પાસે અક પણ કાર નથી.
આ જાણકારી તેમના હલફનામાં પરથી મળી છે. કેસીઆરે ગજવેલ વિધાનસભામાંથી પોતાનું નામ નોધાવ્યું છે. હલફનામાં મુજબ તેમની વાર્ષિક આવક ૨ કરોડ ૭ લાખ છે.
શપથપત્રમાં કેસીઆરે કહ્યું કે પોતે ખેતી સાથે જાડાયેલ છે અને પત્ની શોભા હાઉસવાઈફ છે. ચલ મિલકત ૧૦ કરોડ ૪૦ લાખ છે, ત્યાં અચલ મિલકત ૧૨ કરોડ ૨૦ લાખ છે. અચલ મિલકતમાં સીધીપેટમાં ૫૪ એકરની કૃષિ જમીન પણ છે જેની કિંમત સાડા છ કરોડ બતાવવામાં આવે છે. કે. ચંદ્રશેખર રાવની સંપત્તિ છેલ્લા ચાર વર્ષમાં લગભગ સાડા પાંચ કરોડ રૂપિયા જેટલી વધી છે અને તેમણે ૧૬ એકર કૃષિ જમીન ખરીદી છે પરંતુ વાત એમ છે કે તેઓ પાસે એક પણ કાર નથી.
રસપ્રદ વાત એ છે કે બુધવારે આપેલાં હલફનામાં અનુસાર ચિહ્નમાં કાર પસંદ કરનાર તેલંગણા રાષ્ટ્ર સમિતિના અધ્યક્ષ પાસે એક પણ કાર નથી. ૨૦૧૪ની સામાન્ય ચૂંટણીઓમાં તેમણે જણાવ્યું કે તેઓ પાસે ૩૭.૭૦ એકર કૃષિ જમીન છે અને નવાં હલફનામાં મુજબ તેની પાસે ૫૪.૨૪ એકર છે. તેલંગણામાં ૭ ડિસેમ્બરે મતદાન છે.
ધનંજય ઝવેરી 9978406923
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861
;
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





