ન્યુ દિલ્હી,તા.૧૫
પૂર્વ સેના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી વીકે સિંહે રાફેલ ડીલને લઈને જેવી રીતે સરકાર પર આરોપો લાગી રહ્યા છે તેના પર રાહુલ ગાંધી પર પ્રહાર કર્યો. એમણે કહ્યું કે જે લોકો સરકાર પર રાફેલ ડીલને લઈને આરોપ લગાવી રહ્યા હતા તેઓ અભણ લોકો છે. વીકે સિંહે કહ્યું કે લોકોને આ વિશે જાણકારી નથી, અને મનફાવે તેમ બફાટ કરી રહ્યા છે. કહ્યું કે રાફેલ ડીલ સાથે જાડાયેલા લોકો પહેલેથી જ આ મામલે સરકારનું વલણ સ્પષ્ટ કરી ચૂક્્યા છે.
વીકે સિંહે કહ્યું કે આ મામલે તમામ અધિકારીઓએ પહેલેથી જ તથ્યો સામે રાખી દીધા હતા. જેવી રીતે આ ડીલને લઈને રિલાયન્સનું નામ સામે આવી રહ્યું છે, તેના પર વીકે સિંહે કહ્યું કે જો તમે વારંવાર આ મામલે નાખને ખેંચતા રહેશો તો તેમાં હું કંઈ ન કરી શકું. રાહુલ ગાંધીએ છત્તીસગઢમાં ચૂંટણી સભાને સંબોધિત કરતા મોદી સરકાર પર પ્રહારો કર્યા તેવા સમયે વીકે સિંહે આ નિવેદન આપ્યું.
જણાવી દઈએ કે બુધવારે સુપ્રીમ કોર્ટે રાફેલ ડીલને લઈને સુનાવણી કરી હતી. આ મામલાની સુનાવણી સુપ્રીમ કોર્ટના ત્રણ જજની બેંચે કરી હતી. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ આ બેંચની અધ્યક્ષતા કરી રહ્યા છે, જ્યારે અન્ય બે જજ જસ્ટિસ એસકે કૌલ અને જસ્ટિસ કેએમ જાસેફ પણ આ બેંચમાં સામેલ છે. સુપ્રીમ કોર્ટની બેંચે બુધવારે આ મામલા સાથે જાડાયેલ તમામ અરજીઓ પર સુનાવણી કરી, જેમાં સરકારે સુપ્રીમ કોર્ટમાં પોતાનો પક્ષ રાખ્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




