ન્યુ દિલ્હી,તા.૩
વર્લ્ડ એન્ટિ-ડોપિંગ એજન્સી (વાડા) સાથે સંકળાયેલી નેશનલ એન્ટિ-ડોપિંગ એજન્સી (નાડા)એ પહેલી વાર દેશના ટેનિસ ખેલાડીઓને પોતાના વ્યાપ હેઠળ આવરી લીધા છે. આ એજન્સીએ અહીં નેશનલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ભાગ લઈ રહેલા ૨૦ જેટલા ટેનિસ પ્લેયરોના બ્લડ તથા યુરિન સૅમ્પલ ચકાસવા માટે મગાવ્યા છે.
આ પ્લેયરોમાં ટાપ-સીડેડ અર્જુન કઢે, સિદ્ધાંત બંથિયા, ઇશાક ઇકબાલ અને ભૂતપૂર્વ અન્ડર-૧૪ ચેમ્પિયન અજય મલિકનો સમાવેશ હતો. એશિયન ગેમ્સની બ્રાન્ઝ મેડલિસ્ટ અંકિતા રૈના તેમ જ પુરુષોના ટોચના ખેલાડી યુકી ભાંબરીએ પીટીઆઇને કહ્યું હતું કે નાડાએ તેમને તેમના શેડ્યૂલ વિશેની માહિતી માગી હતી અને તેમના પણ બ્લડ તથા યુરિનના સૅમ્પલ ચકાસાયા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



