ઢાકા,તા.૫
બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ઘણાં બધા યુવકો સુરક્ષાને લઇને પ્રદર્શન કરી રહ્યા છે. સડકોને સુરક્ષિત બનાવવાની માગ કરી રહેલા આ યુવાનોનું પ્રદર્શન સાતમાં દિવસે પણ યથાવત રહ્યું હતું. એક રિપોર્ટ અનુસાર, શનિવારેઆ પ્રદર્શન દરમિયાન થયેલી હિંસક અથડામણમાં અંદાજિત ૨૫ સ્ટુડન્ટ્સ ઘાયલ થયા હતા. જા કે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થઇ શક્યું કે, હુમલો કરનારા કોણ હતા. પરંતુ સ્થાનિક મીડિયાનો આરોપ છે કે, આ હુમલો સત્તારૂઢ પાર્ટીથી જાડાયેલા સ્ટુડન્ટ ગ્રૂપે કરાવ્યો છે.
પ્રદર્શન દરમિયાન હજારોની સંખ્યામાં લોકો સડકો પર વાહનોને અટકાવતા જાવા મળ્યા. આ લોકોની ડિમાન્ડ છે કે, સડક સુરક્ષાને વધુ સારી બનાવવામાં આવે. ગત રવિવારે એક બસ ડ્રાઇવરે યુવક અને યુવતીને કચડી દીધા હતા અને ઘટનામાં બંનેના મોત થયા હતા. તેઓના મોત બાદ ઢાકામાં આ પ્રદર્શન થઇ રહ્યા છે.
પ્રદર્શનોને જાતાં બાંગ્લાદેશ સરકારે દેશમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવા પર ૨૪ કલાક માટે પ્રતિબંધ લગાવી દીધો છે. સરકારે પ્રદર્શન કરી રહેલા સ્ટુડન્ટ્સને વિરોધ છોડીને ક્લાસરૂમમાં જવાની અપીલ કરી છે. આ પહેલાં એક મંત્રીએ સ્ટુડન્ટ્સ સામે દેખાવો કરવાનો આરોપ લગાવ્યો હતો, ત્યારબાદ ઘણો હોબાળો થયો હતો. જા કે, બાદમાં તેઓએ માફી માગી હતી.રિપોટ્ર્સ અનુસાર, શનિવારે પોલીસે ભીડને નિયંત્રણમાં લાવવા માટે ટીયર ગેસ અને રબર ગોળીઓનો ઉપયોગ કર્યો. જા કે, પોલીસે આ કાર્યવાહી કરી હોવાની વાતનો ઇન્કાર કર્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





