અંકલેશ્વર જીઆઇડીસી ની પ્રતિન ચોકડી થી વાલિયા ચોકડી સુધી ના વિસ્તાર માં ચાલતી વેશ્યાવૃત્તિ ને રોકવા થયેલ ઉચ્ચ સ્તરીય રજુઆત

0
1022

અંકલેશ્વર જીઆઇડીસી ના પ્રતિન ચોકડી વિસ્તાર થી વાલિયા ચોકડી સુધી ના વિસ્તાર માં વેશ્યાવૃત્તિ ની પ્રવૃત્તિ તંત્ર ની નજર ની નીચે થઈ રહી છે. પ્રતિન ચોકડી પાસે પોલીસ ચોકી હોવા છતાં આ વિસ્તામાંજ આ પ્રવૃત્તિ થઈ રહી છે.

મુખ્ય અને અતિવ્યસ્ત માર્ગ પર બેઠેલી લલનાઓ ત્યાંથી પસાર થતા રાહદારીઓ સામેં બીભત્સ ચેનચાળા કરે છે. ખાનદાન મહિલાઓ માટે અહીંયા થી નીકળવું મુશ્કેલ થઈ પડે છે. આ બાબતે કાયદા અને વ્યવસ્થા પણ ક્યારેક ખોરવાય છે. તારીખ 03.08.18 ના રોજ પણ આજ બાબતે બે જૂથ માં લડાઈ થઈ હતી તેમ ચર્ચાય છે.

છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તાર માં વેશ્યાવૃત્તિ માં વધારો થયો છે આ ને વિસ્તાર વેશ્યાવૃત્તિ માટે વધુ કુખ્યાત થયો છે. આસપાસ આવેલી ઔદ્યોગિક વસાહત ના કામદારો માટે સહેલું અને સસ્તું મનોરંજન બની ગયું છે, ઔદ્યોગિક વિકાસ કરતા બમણા પ્રમાણ માં વેશ્યાવૃત્તિ નો વિકાસ થયો છે. લલનાઓ ની સંખ્યા માં વધારો થતો રહે છે . હાલ અહીંયા અંદાજે 50 થી વધુ લલનાઓ ફરતી હોવાની ચર્ચા લોકમુખે થાય છે

આજુબાજુ આવેલ ગેસ્ટહાઉસ અને કહેવાતા સિનેમાધરો માટે આ રોજગારી અને વધુ નફો આપતું સાધન બની ગયું છે.એમના માટે પણ આ શરમ જનક બાબત નથી રહી એ સમાજ માટે પણ ચિંતાજનક છે.

આ બાબતે અગાઉ પણ અનેક વખત દબાયેલા સ્વરૂપે અને નનામી ફરિયાદો / રજૂઆતો થઈ હતી. પરંતુ તંત્ર પણ એક બે દિવસ માટે કાર્યવાહી કરી સંતોષ માને છે અથવા આંખ આડા કાન કરે છે તેવી લોકચર્ચા છે ,નજીક માં પોલીસ ચોકી હોવા છતાં યોગ્ય કાર્યવાહી થતી નથી. કારણકે કોઈ ખુલી ને બોલતું નથી બધાજ જાણે છે કે આ ખોટું છે અને કોણ કરે છે કે કરાવે તે પણ જાણે છે તેમ છતાં ગુજરાતી ની કહેવત મુજબ “બિલાડી ના ગળે ઘંટ કોણ બાંધે”એ ની રાહ જોયા કરતા હતા.

આજે જાગૃત નાગરિકો એ આ બાબત નો વિરોધ કરવાની હિંમત કરી છે અને વેશ્યાવૃત્તિ ના સામાજિક દુષણ સામે લડાઈ નું રણસિંગુ ફુક્યું છે.અને આ વગદાર અસામાજિક તત્વો સામે લોકશાહી ના પગલે લડવાની હિમ્મત દાખવી છે. અને સમગ્ર હકીકત લેખિત સ્વરૂપ માં ઉચ્ચ કક્ષાએ આપી તંત્ર અને પોલીસ પાસે માંગણી કરી છે કે આ સમાજ માટે મોટું દુષણ છે અને તેને આ વિસ્તાર માંથી હમેશ માટે બંધ કરાવવામાં આવે.

હરેશભાઈ છગનભાઇ પરમાર

*જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY