ન્યુ દિલ્હી,તા.૫
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વકાંક્ષી આયુષ્યમાન ભારત ઇન્શયોરન્સ યોજના થોડાંક જ દિવસમાં લાન્ચ થવા જઇ રહી છે. લોન્ચંગ પહેલાં જ પીએમ એ અધિકારીઓને યોજના સફળ બનાવા અને કોઇપણ ભૂલ ના કરવાનું ધ્યાન રાખવા માટે તાકીદ કરી દીધી છે. ૨૦૧૯ની ચૂંટણીને જાતા પીએમ કોઇપણ પ્રકારની ભૂલ થાય તેવું ઇચ્છતા નથી કારણ કે ચૂંટણીમાં આને મોટો મુદ્દો બનાવી શકે છે.
આયુષ્યમાન ભારત નેશનલ હેલ્થ પ્રોટેકશન સ્કીમ જેને મોટાભાગે ‘મોદીકેર’ પણ કહેવાય છે. મોદીકેરના પહેલાં તબક્કાનું ૧૫મી આૅગસ્ટના રોજ લોન્ચંગ થશે. ૧૫મી આૅગસ્ટના રોજ પહેલાં તબક્કાનું લોન્ચ થશે જેની છેલ્લી તારીખ ગાંધીજયંતિ ૨ આૅક્ટોબરના દિવસ પસંદ કરાયો છે. પહેલાં તબક્કામાં ૧૨ રાજ્યોમાં આ યોજના લોન્ચ થશે.
યોજનાની તૈયારીથી સંબંધિત એક હાઇ લેવલ મીટિંગ પીએમ મોદીએ અધિકારીઓની સાથે કરી. પીએમએ કોઇપણ પ્રકારના ફ્રોડ અને અયોગ્ય લોકો સુધી સ્કીમ પહોંચાડવાથી રોકવા માટે ખાસ સતર્કતા રાખવાની સૂચના આપી. પીએમ એ ખાસ કહ્યું કે ટૂંક સમયમાં જ ચૂંટણી છે અને એવા સમયમાં નાનકડી ભૂલ પણ મોટો મુદ્દો બની શકે છે આથી ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.
વડાપ્રધાને સ્કીમ સાથે જાડાયેલા લોકોને લઇને પણ કેટલાંક મંતવ્યો આપ્યા. માનવામાં આવે છે કે આ સપ્તાહે જ લોગો પણ રજૂ કરી દેવાશે. વડાપ્રધાન મોદીએ સ્વાસ્થ્ય મંત્રાલયને હોÂસ્પટલની સાફ સફાઇ માટે ખાસ સૂચના પણ આપી. તેમણે કહ્યું કે જે હોસ્પિટલોમાં આયુષ્યમાન ભારતની અંતર્ગત સારવાર થશે તેની સાફ-સફાઇનું ખાસ ધ્યાન રાખવું જાઇએ.
આશા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાલ કિલ્લાથી સ્વતંત્રતા દિવસના દિવસે જ્યારે રાષ્ટÙને સંબોધિત કરશે તો આયુષ્યમાન ભારતના લોન્ચની પણ જાહેરાત કરશે. શનિવારના રોજ રિવ્યુ મીટિંગ લગભગ ૯૦ મિનિટ સુધી ચાલી અને તેમાં નીતિ આયોગ, સ્વાસ્થ્ય મંત્રાલય, અને પીએમઓના કેટલાંય વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




