સ્ટિયરિંગ લોક થતા કાર ડિવાઇડર સાથે અથડાઇ : બે લોકોના મોત

0
5

પોશીના,તા.૧૯
દર્શન કરી પરત ફરતાં અમદાવાદના પરિવારની કારને અકસ્માત નડ્યો હતો.સ્ટિયરિંગ લોક થતાં કાર ડિવાઈડર સાથે ટકરાઈ હતી. જેમાં એક મહિલા અને બાળકીનું મોત નિપજ્યું હતું. અકસ્માતને પગલે કારનો આગળનો ભાગ ભુક્કો બોલી ગયો હતો.
અમદાવાદ પાસિંગની કાર જીજે૨૭એપી૯૧૧૦નું સ્ટિયરિંગ લોક થતાં ડ્રાઈવર કાર પર કાબૂ મેળવી શકિયો ન હતો. જેને પગલે કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. કારમાં સવાર બાળકી સાક્ષી અને એક મહિલા સહિત ૨ના મોત થયા હતા. જ્યારે ૫ લોકોને નાની મોટી ઈજાઓ પામી હતી.
ઈજાગ્રસ્તના નામઃ-
પૂજાબેન (ઉ.વ. ૨૮),રાજકમલ (ઉ.વ.૩૦),નિલકમલ (ઉ.વ.૩૨),સોનમબેન (ઉ.વ.૨૫),રિતિકા (ઉ.વ.૩).

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY