ભારત દુનિયાનું નંબર વન અર્થતંત્ર બની શકશે ખરા…!!?

0
33

દેશના અર્થતંત્ર અંગે સારા સમાચાર છે. વિશ્ર્વબૅંકે ૨૦૧૭ના વર્ષનું વૈશ્ર્વિક આર્થિક મૂલ્યાંકન બુધવારે જાહેર કર્યું, તે મુજબ ભારતે ફ્રાન્સને પાછળ રાખીને છઠ્ઠી આર્થિક મહાસત્તા બનવા જેટલો આર્થિક વિકાસ સાધ્યો છે. ફ્રાન્સ કરતાં ભારતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)ના દરમાં વધારો થયો છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર પર આર્થિક નીતિઓ અંગે માછલાં ધોવાતાં રહ્યા પણ જુલાઈ, ૨૦૧૭થી ભારતની આર્થિક વૃદ્ધિ અને તેના વિકાસદરમાં નોંધનીય સુધારો જાવા મળ્યો છે. એમ જાવા જઈએ તો ફ્રાન્સની વસતી ૬૭ મિલ્યનની છે, જ્યારે ભારતની વસતિ ઘણી વધારે છે, તેમ છતાં પણ વિકાસદરમાં વૃદ્ધિ થઈ શકી છે. જાકે ફ્રાન્સનો પરકેપિટા જીડીપી દર ભારત કરતાં ૨૦ ગણો વધારે હોવાનું વિશ્ર્વબૅંક જણાવે છે.
વૈશ્ર્વિક આર્થિક મૂલ્યાંકન મુજબ અમેરિકા પહેલા ક્રમે જ રહ્યુ છે અને ત્યાર પછીના ક્રમ અનુક્રમે ચીન, જાપાન, જર્મની અને બ્રિટનનું સ્થાન છે. આ અગાઉ એ દેશો પછી ફ્રાન્સનો નંબર આવતો હતો, પરંતુ ૨૦૧૭ના પૂરા થતા વર્ષમાં ફ્રાન્સને પાછળ રાખી, ભારતે છઠ્ઠો ક્રમાંક હાંસલ કર્યો છે. એ સિદ્ધિનું સોપાન છે.
એમાં શંકાને સ્થાન નથી કે, આ સિદ્ધિ પાછળ સરકારે કરેલો ખર્ચ અને રોકાણનું પીઠબળ મુખ્ય પરિબળો છે. નિષ્ણાત વૈશ્ર્વિક આર્થિક સર્વેક્ષણ કરતી સંસ્થાઓ તો એટલે સુધી કહે છે કે, ૨૦૧૯ના વર્ષમાં ભારત લક્ષ્યાંક સિદ્ધ કરી શકશે અને કદાચ ચીનને પણ પાછળ રાખી દેશે. એ ચિત્ર દક્ષિણ એશિયા પૂરતું સીમિત રહેશે, પરંતુ આગામી વર્ષ દરમ્યાન બ્રિટનને પણ ફ્રાન્સની માફક પાછળ રાખી દઈને વિશ્ર્વમાં પાંચમું સ્થાન ધરાવતો દેશ બની જશે.
નોંધનીય બાબત એ છે કે, ૨૦૧૬ના વર્ષમાં ભારત દેશ ઝડપથી વિકસતા અર્થતંત્રવાળો દેશ હતો, જે કાયમી બિરુદ ચીનનું રહ્યુ છે, પરંતુ એ એક વર્ષમાં કેન્દ્ર સરકારે નાટબંધી અને જીએસટીનો અમલ કરવા જેવાં જે બે આર્થિક સુધારાનાં પગલાં લીધાં તેના કારણે વિકાસદર ૨૦૧૭ના જૂન મહિના સુધી ઘટતો રહ્યો. ફરી પાછો જુલાઈ મહિનાથી વિકાસદરમાં માત્ર સુધારો જ નહીં પણ નોંધનીય વધારો થયો જેના કારણે વિશ્ર્વબૅંકના નિરીક્ષણ મુજબ ભારત છઠ્ઠા ક્રમની આર્થિક મહાસત્તાનું સ્થાન મેળવી શકયો છે.
ગયા વર્ષે ભારતીય અર્થતંત્રનાં મુખ્ય પરિબળ ઉત્પાદક શક્તિ અને ગ્રાહકખર્ચ શક્તિ રહ્યાં. આ સિધ્ધિ તેના ફળસ્વરૂપે જ મળી છે. ભારતે છેલ્લા એક દાયકામાં જીડીપી દરમાં બેગણો વધારો કર્યો છે અને એવા સંકેતો દેખાઈ રહ્યા છે કે, એ એશિયા ખંડનું મુખ્ય ‘ઈકોનોમિક એન્જિન’ બની રહેશે. કારણ કે ચીનના વિકાસદરની ગતિ સરખામણીમાં અત્યંત ધીમી છે.
આ અગાઉ આંતરરાષ્ટય રોકાણકારો એવું કહેતા કે, નાટબંધી અને જીએસટીના કારણે ભારતના વિકાસદર પર આંશિક અસર પાડી છે, પરંતુ ધીરે ધીરે તેઓ માનવા લાગ્યા કે, ભારતે તેના વિકાસદરમાં એ રીતે વૃદ્ધિ કરી છે કે, તે વિશ્ર્વના વિકસતા અર્થતંત્રની છાપ પાડી શકયું છે. જાન્યુઆરી, ૨૦૧૮થી તો એ રફતારમાં તેજી આવી છે. જેનો યશ સરકારે લીધેલા આર્થિક સુધારાનાં વિવિધ પગલાં અને આર્થિક સુધારાની પ્રક્રિયાને મળે છે. રોકાણોમાં ઊંચી વૃદ્ધિ, વપરાશમાં મજબૂતાઈ આ બધાં પરિબળોની અસર આપોઆપ ઊભી થતી ગઈ છે.
સરકારે હજુ ફિમેલ લેબર ફોર્સમાં વધારો કરવાની જરૂર છે, જેની અસર ઉત્પાદન ક્ષમતા પર જાવા મળશે. હા, અત્યારે ઘણા દેશોની માફક ભારત પણ એક મોટા આયાતકાર તરીકે ઓઈલના ઊંચા ભાવોનો સમનો કરી રહ્યુ છે, જેની અસર ગ્રોથ પ્રોસ્પેક્ટસ પર જરૂર પડશે તેમ છતાં પણ આર્થિક નિરીક્ષકો અને સર્વેક્ષણ સંસ્થાઓનું માનવું છે કે, મિડિયમ ટર્મમાં આર્થિક વિકાસનો દર મજબૂત બની રહેશે. કદાચ તેને દોઢથી બે વર્ષનો સમય પણ લાગે, એ દરમ્યાન ‘ફિસ્કલ સ્લીપેજીસ’ તેમ જ આર્થિક સુધારામાં વિલંબ ઉપરાંત બૅન્કિંગ માળખાની બીમારી અને વૈશ્ર્વિક આર્થિક પરિસ્થિતિ આ બાબતો માથાના દુખાવા સમાન બની રહે.
યુએસની હાર્વર્ડ યુનિવસિર્ટીનો અહેવાલ પણ એ વાતને પુષ્ટી આપે છે કે, આગામી દસ વર્ષમાં ભારત એ ઝડપથી વિકસતા અર્થતંત્રના દેશ તરીકે વિશ્ર્વમાં ઉપસી આવશે. એટલું જ નહીં આગામી સાત વર્ષમાં ‘રોજગાર વિકાસ’ ક્ષેત્રે પણ ઘણું ઊંચુ સ્થાન ધરાવતો દેશ બની રહેશે.
કેમિકલ, વ્હીકલ્સ અને કેટલાંક વીજઉપકરણો જેવાં અત્યંત કોમ્પલેક્સ ક્ષેત્રોને નિકાસક્ષેત્રે સામેલ કરીને નિકાસનો આધાર વધારશે, જેના કારણે હાલની આવકમાં નોંધનીય વધારો થતાં અર્થતંત્રને બળ મળશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY