કાયદાનું પાલન કરાવનારા જ ફસાયા : ત્રણ કલાકમાં ૫૩ પોલીસકર્મીઓને દંડ ફટકારાયો

0
36

અમદાવાદ,તા.૩૧
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં સફાઈ અને ટ્રાફિક ઝૂંબેશ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે ટ્રાફિક નિયમન ભંગ કરતી સામાન્ય જનતાની સાથે સાથે કાયદાની રખેવાળ કરતી પોલીસ પણ રડારમાં આવી છે. આ પોલીસકર્મીઓ કાયદાનું પાલન કરે છે કે નહીં તે જાણવા માટે ટ્રાફિક પોલીસે ડ્રાઈવ ગોઠવી હતી. આ ડ્રાઈવમાં કેટલાક પોલીસકર્મીઓ ટ્રાફિક નિયમનનો ભંગ કરતા દેખાયા હતા. ટ્રાફિકની આ ડ્રાઈવ ગાયકવાડ હવેલી ક્રાઈમ બ્રાન્ચ, પોલીસ કમિશનર શાહીબાગ, એલિસબ્રીજ પોલીસ લાઈન અને રાયખડ પોલીસ લાઈન પાસે યોજાઈ હતી જેમાં માત્ર ૩ કલાકમાં ૫૩ પોલીસકર્મીઓને દંડ ફટકારવામાં આવ્યો હતો.
અમદાવાદના ૪ સ્થળો પર ટ્રાફિક પોલીસે ડ્રાઈવ ગોઠવી હતી જેમાં ૫૩ પોલીસકર્મીઓને દંડ ફટકારવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ બે પોલીસકર્મીઓ સીટબેલ્ટ ન પહેરવા બદલ ગુનો નોંધાયો હતો. ટ્રાફિક નિયમોનો ભંગ કરતી પોલીસ પાસેથી રૂ.૫૩૦૦નો દંડ વસુલવામાં આવ્યો હતો. સીટ બેલ્ટ અને હેલ્મેટ ન પહેરનારા પોલીસકર્મીઓને ચલાન આપવામાં આવ્યું. મોટી સંખ્યામાં પોલીસકર્મીઓને દંડ ફટકાર્યો તેવી આ પહેલી ઘટના છે.
(જી.એન.એસ)

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY